તસવીરોમાં જુઓ દેશભરનો ચૂંટણી માહોલ...

નવી દિલ્હી, 21 માર્ચ: દેશભરમાં હાલમાં ચૂંટણીની રંગત ધીરે ધીરે જામી રહી છે. જેમ જેમ લોકસભા ચૂંટણી માટેની ઉમેદવારી જાહેર થઇ રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ વધુને વધુ ગાઢ બનતું જઇ રહ્યું છે.

જે નેતાઓને પોતાની મન ગમતી બેટક પરથી ટિકિટ મળી ગઇ છે તે નેતાઓ પોતાના વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો. અને જે નેતાઓને પોતાની મનગમતી બેઠક માટેની ટિકિટ નથી મળી તે નેતાઓ બડવાખોર બની ગયા છે.

આવો તસવીરોમાં જોઇએ દેશમાં જામેલો ચૂંટણી માહોલ...

ચૂંટણી પ્રચાર કરી રહેલ જયા પ્રદા

ચૂંટણી પ્રચાર કરી રહેલ જયા પ્રદા

મુઝફ્ફરનગરમાં રાલોદની નેતા જયાપ્રદાએ કઇક આ રીતે કર્યો પ્રચાર.

ચંદીગઢમાં ગુલ પનાગ

ચંદીગઢમાં ગુલ પનાગ

આમ આદમી પાર્ટીની ઉમેદવાર ગુલ પનાગ જ્યારે ચંદીગઢના રસ્તાઓ પર નીકળી તો કંઇક આવું દ્રશ્ય હતું.

આપની ગુલ પનાગ

આપની ગુલ પનાગ

આમ આદમી પાર્ટીની ઉમેદવાર ગુલ પનાગ ઝાડુ લઇને નીકળી રસ્તા પર.

ચૂંટણી પ્રચાર કરતી નગમાનો પ્રચાર

ચૂંટણી પ્રચાર કરતી નગમાનો પ્રચાર

નગમાને કોંગ્રેસે મેરઠથી લોકસભાની ટિકિટ આપી છે અને તે પ્રચારમાં પણ લાગી ગઇ છે.

અરુણ જેટલી

અરુણ જેટલી

અમૃતસરમાં અરુણ જેટલીની નીકળી રેલી, જોકે આ રેલીમાં ગેસના ગુબ્બારાઓમાં ફટાકડાનું તણખલું જતા તેમાં બ્લાસ્ટ થઇ ગયો હતો. જોકે કોઇને ઇજા થઇ ન્હોતી.

બેંગલુરુમાં નંદન નીલેકણી

બેંગલુરુમાં નંદન નીલેકણી

નંદન નીલેકણી નીકળ્યા ચૂંટણી પ્રચાર કરવા. આ દરમિયાન તેમણે બાળકો સાથે ક્રિકેટ પણ રમી.

લોકલ ટ્રેનમાં અરવિંદ કેજરીવાલ

લોકલ ટ્રેનમાં અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ લોકલ ટ્રેનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા.

ઑટો રિક્ષામાં અરવિંદ કેજરીવાલ

ઑટો રિક્ષામાં અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ઓટો રિક્ષામાં ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા.

જાદુગર પીસી સરકાર

જાદુગર પીસી સરકાર

કોલકાતામાં પીસી સરકારની પત્ની જયશ્રી, દિકરી મોઉબની, મુમતાજ મોદીનું માસ્ક પહેરીને દેખાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X