For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી

Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 17મી લોકસભા ચૂંટણી બાદ જાહેર કરવામાં આવેલ એબીપી ન્યૂજ-નીલસન એક્ઝિટ પોલમાં એનડીએ બહુમતના 272 સીટના જાદુઈ આંકડાથી દૂર રહેતું જોવા મળ્યું છે. એક્ઝિટ પોલમાં એનડીએને 267, યૂપીએને 127 તથા અન્યોને 148 સીટ મળી રહી છે. એનડીએના દળમાં ભાજપને 218, શિવસેના 17 અને જદયૂને 11 સીટ મળી રહી છે. જ્યારે યૂપીએમાં કોંગ્રેસને 81, ડીએમકેને 13 તથા એનસીપીને 11 સીટ મળી રહી છે.

lok sabha exit polls

ઉત્તર પ્રદેશમાં ભાજપને 49 સીટનું નુકસાન થતું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 2014માં ભાજપને 71 સીટ મળી હતી જેને આ વખતે 22 સીટ મળી રહી છે જ્યારે સપા-બસપા ગઠબંધનને 56 સીટ મળી રહી છે. કોંગ્રેને 2 સીટ મળી રહી છે.

બિહારમાં એનડીએ 40માંથી 34 સીટ પર જીત નોંધાવી શકે છે. ભાજપને 17 અને જેડીયૂને 11 તથા એલજેપીના ખાતામાં 6 સીટ જવાનું અનુમાન છે. મહાગઠબંધન માત્ર 6 સીટ જીતી રહ્યું છે. આરજેડી માત્ર 3 સીટ જીતતું હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 2 તથા આરએલએસપી એક સીટ જીતી રહ્યું છે. જીતન રામ માંઝીની પાર્ટી હમ અને મુકે સહનીની પાર્ટી વીઆઈપીના ખાતાં પણ નથી ખુલી રહ્યાં.

એબીપી ન્યૂઝ અને નીલસને એક્ઝિટ પોલમાં આંધ્ર પ્રદેશમાં ટીડીપીને 5 તથા વાઈએસઆર કોંગ્રેસને 20 સીટ મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ અહીં ખાતા પણ નથી ખોલી રહ્યાં. તેલંગાણામાં ટીઆરએસને રાજ્યની 17માંથી 15 સીટ મળી શકે છે. ઓવૈસીની પાર્ટી એમઆઈએમને એક અને કોંગ્રેસને એક સીટ મળી શકે છે.

એબીપી ન્યૂઝ-નીલસન એક્ઝિટ પોલ મુજબ ભાજપને મધ્ય પ્રદેશની 29 સીટમાંથી 24 સીટ મળી શકે છે. કોંગ્રેસ 5 સીટ પર જીતી શકે છે. જ્યારે રાજસ્થાનમાં ભાજપ 19 સીટ પર જીત નોંધાવી શકે છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 6 સીટ મળી શકે છે.

પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટમાંથી મમતા બેનરજીની પાર્ટી ટીએમસીને 24 સીટ, ભાજપને 16 સીટ અને કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. કોંગ્રેસને બે સીટ મળવાનું અનુમાન છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં સામાન્ય નુકસાન થઈ રહ્યું છે. તે અહીં 26માંથી 24 સીટ પર જીત નોંધાવી શકે છે. કોંગ્રેસને માત્ર 2 સીટ પર જીત મળશે.

છત્તીસગડની 11 લોકસભા સીટમાંથી 6 સીટ ભાજપ અને 5 સીટ કોંગ્રેસને મળી શકે છે. જ્યારે ઉત્તરાખંડમાં પાંચમાથી 4 સીટ ભાજપને જ્યારે એક સીટ કોંગ્રેસને મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 34 સીટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 14 સીટ મળી શકે છે. જ્યારે ઓરિસ્સામાં ભાજપને 09 સીટ મળી રહી છે જ્યારે બીજેડીને 12 સીટ મળી શકે છે.

પૂર્વોત્તરની 25 સીટ, અરુણાચલ પ્રદેશમાં 2, આસામમાં 14, મણિપુરમાં 2, મેઘાલયમાં 2, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1 અને ત્રિપુરામાં 2 સીટ પર ભાજપને, કોંગ્રેસને 6 તથા અન્યોને 6 સીટ મળી શકે છે. એબીપી ન્યૂજ-નીલસન એક્ઝિટ પોલ મુજબ દિલ્હીની 7 લોકસભા સીટમાંથી ભાજપને પાંચ સીટ મળી રહી છે. એક-એક સીટ કોંગ્રેસ અને આપને મળશે. જ્યારે હરિયાણામાં ભાજપને 7 સીટ અને કોંગ્રેસના ખાતામાં 3 સીટ જઈ રહી છે.

આ પણ વાંચો- GNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર? ગુજરાતમાં ભાજપ 6 સીટ ગુમાવશે

English summary
lok sabha election 2019 Exit Poll 2019 ABP News nielsen results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X