Lok Sabha election 2024 : ચૂંટણી પહેલા જ બીજેપી હારી રહી છે યુપીની આ સીટો? જાણો સમીકરણ?
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રાજ્ય મનાય છે. અહીં જે પાર્ટીની પકડ મજબુત થઈ તેનું સત્તામાં આવવાનું નિશ્ચિત મનાય છે.
કદાજ આ જ કારણ છે કે બીજેપી યુપીમાં પુરી તાકાત લગાવી રહી છે. જો કેે કેટલીક સીટો પર બીજેપીની હાલત ટાઈટ છે અને કોઈપણ ભોગે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે.

પશ્ચિમ યુપીમાં બીજેપી વિરોધ અને બહિષ્કારના વમળમાં ફસાઈ રહી છે. મેરઠના ઠાકુર ચૌબીસીથી શરૂ થયેલો બીજેપીનો વિરોધ હવે સહારનપુર સુધી પહોંચ્યો છે.
ક્ષત્રિય સ્વાભિમાન મહાકુંભમાં ક્ષત્રિયોએ બીજેપીનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજે આકરા સ્વરમાં કહ્યું છે કે તેઓ સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં કરે અને આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે. ક્ષત્રિય સમાજની આ જાહેરાતથી પશ્ચિમમાં બીજેપીનું ટેન્શન વધ્યુ છે.
પશ્ચિમ યુપીથી બીજેપી મિશન 80 માટે યોજના પર કામ કરી રહી છે, પરંતુ પશ્ચિમમાં તેની યોજનાને રોકવા માટે ક્ષત્રિયો યુદ્ધમાં ઉતર્યા છે. સહારનપુરના નાનૌતામાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સ્વાભિમાન મહાકુંભ થયો હતો, જેમાં હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજના નેતાઓ આવ્યા હતા.
અહીં ભેગી થયેલી ભીડ અપેક્ષા કરતા અનેકગણી વધુ હતી અને આ ભીડથી ભાજપનું ટેન્શન વધી ગયું છે. ક્ષત્રિય સમાજ સંઘર્ષ સમિતિએ પણ સમ્રાટ મિહિર ભોજ અને ટિકિટ વિતરણનો મુદ્દો ઉઠાવ્યો.
ક્ષત્રિય સમાજે આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ યુપીમાં ઠાકુરોની અવગણના કરવામાં આવી રહી છે, તેઓને રાજકીય રીતે નબળા કરવામાં આવી રહ્યા છે, પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં સંખ્યાત્મક તાકાત હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી છે.
ક્ષત્રિય સમાજ સંઘર્ષ સમિતિના પ્રમુખ ડો.વિક્રમસિંહ પુંડિરે કહ્યું કે, ક્ષત્રિય સમાજ હવે એક મંચ પર આવી ગયો છે અને પોતાના સ્વાભિમાન માટે લડશે અને ભાજપનો બહિષ્કાર કરશે. ઠાકુર પુરણ સિંહે કહ્યું કે, રઘુકુલની પરંપરાનું હંમેશા પાલન થતું આવ્યું છે, જીવન ભલે જાય પણ વચન ન જવુ જોઈએ.
ક્ષત્રિય સમાજમાં રોષ વધી રહ્યો છે. ગામોમાં ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે, સૌ પ્રથમ સરથાણા વિધાનસભાની ઠાકુર ચૌબીસીમાં ભાજપના બહિષ્કારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પછી કપસદની પંચાયતમાં ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી. હવે સહારનપુરના નાનૌટામાં ભાજપ વિરુદ્ધ વિરોધની જાહેરાત કરવામાં આવી છે.
આનાથી મુઝફ્ફરનગર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ડો. સંજીવ બાલિયાન, મેરઠ લોકસભા સીટથી અરુણ ગોવિલ, સહારનપુર લોકસભા સીટથી રાઘવ લખનપાલ, કૈરાના લોકસભા સીટથી પ્રદીપ ચૌધરી અને ગાઝિયાબાદ લોકસભા સીટના ઉમેદવાર અતુલ ગર્ગની મુશ્કેલીઓ વધી શકે છે.
ક્ષત્રિય સમાજ ભાજપનો મુખ્ય મતદાર મનાય છે પરંતુ આ વખતે પશ્ચિમમાં આ કોર મતદાર ભારે નારાજ છે. ક્ષત્રિય સમાજના ગુસ્સાના કારણો ઘણા છે. આ કારણોમાં ગાઝિયાબાદમાં ક્ષત્રિય સમાજને ટિકિટ ન આપવી, મેરઠમાં પીએમ મોદીની રેલીમાં સ્ટેજ પર સીએમ યોગીનો ફોટો ન મૂકવો, ક્ષત્રિય સમાજને મજબૂત પ્રતિનિધિત્વ ન મળવું એ પણ કારણ છે. આવા અનેક મુદ્દાઓ પર ભાજપ સામે ઠાકુરોનો ગુસ્સો ચરમસીમાએ છે.












Click it and Unblock the Notifications
