Lok Sabha Election 2024: MSP સહિત ખેડૂતોને કોંગ્રેસે આપી પાંચ ગેરેન્ટી

Lok Sabha Election 2024: જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષો મતદારોને વચનો આપી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે પાર્ટીઓ વિવિધ પ્રકારના ચૂંટણી વચનો આપી રહી છે.

કેટલાક આ વચનોને ગેરેન્ટી કહી રહ્યા છે, તો કેટલાક તેને બાંયધરી ગણાવી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને અલગ-અલગ વચનો આપી રહી છે, અને પાર્ટીએ ખેડૂતોને પાંચ ગેરંટી આપી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખેડૂતોને સંબોધિત કરતા લખ્યું હતું કે, દેશના તમામ ખેડૂતોને મારી શુભેચ્છાઓ! કોંગ્રેસ તમારા માટે 5 એવી ગેરંટી લઈને આવી છે, જે તમારી બધી સમસ્યાઓને જડમાંથી ખતમ કરી દેશે.

Lok Sabha Election 2024

રાહુલ ગાંધીએ ખેડૂતોને વચન આપ્યું છે કે, જો કોંગ્રેસની સરકાર બનશે, તો સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલા હેઠળ MSPને કાનૂની દરજ્જો આપવામાં આવશે.

લોન માફી પણ ગેરંટીમાં સામેલ છે - આ સાથે કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરવા અને લોન માફીની રકમ નક્કી કરવા માટે કાયમી કૃષિ લોન માફી કમિશન બનાવવાનું વચન પણ આપ્યું છે.

આવા સમયે, વીમા યોજનામાં ફેરફાર કરીને પાકના નુકસાનના કિસ્સામાં, 30 દિવસની અંદર સીધી બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવશે. આ ગેરંટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કૃષિ પેદાશોને GSTમાંથી બહાર કાઢવામાં આવશે - આ સાથે જ કોંગ્રેસે તેની ગેરંટી માં નવી આયાત-નિકાસ નીતિ બનાવવાની વાત કરી છે. આ સાથે પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તેની સરકાર બનશે, તો તેમણે કૃષિ જણસો પરથી જીએસટી હટાવીને ખેડૂતોને જીએસટી મુક્ત બનાવવાની ખાતરી આપી છે.

કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે, કોંગ્રેસનો ઉદ્દેશ્ય એવા ખેડૂતોનું જીવન છે, જેઓ પોતાના પરસેવાથી દેશની માટીનું સિંચન કરે છે, તેઓ ખુશ છે અને આ 5 ઐતિહાસિક નિર્ણયો એ દિશામાં લેવાયેલા પગલાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X