Lok sabha Election 2024: રાહુલ ગાંધીને પ્રશાંત કિશોરે આપી સલાહ, કહ્યું - તમારી માતાએ આવું કર્યું
Lok sabha Election 2024: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે લોકસભા ચૂટણી પહેલા રાહુલ ગાંધીને સફળતા મળે એ માટે સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને ધાર્યું પરિણામ મળી રહી નથી, તો તેમને પીછેહટ કરવાનો વિચાર કરવો જોઇએ.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, વ્યવહારિક રીતે તેઓ જ કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે, પરંતું ગત 10 વર્ષોમાં તેઓની અક્ષમતાઓ હોવા છતા પીછેહટ કરતા નથી, અને અન્ય કોઇને આગળ વધવાની તક આપતા નથી.
પ્રશાંત કિશોરે ન્યૂઝ એજન્સી પીટીઆઈના સંપાદકો સાથેની વાતચીતમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સ્થિતિને લઈને ઘણી વાતો કરી છે. પ્રશાંત કિશોરે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીને પુનર્જીવિત કરવાની યોજના પર કામ કર્યું હતું, પરંતુ તેને અમલમાં મૂકવાના માર્ગ પર પક્ષના ટોચના નેતૃત્વ સાથે મતભેદને કારણે તેમાંથી બહાર નીકળી ગયા હતા.
રાહુલે પાંચ વર્ષ માટે કોઈ અન્યને તક આપવી જોઈએ - પ્રશાંત કિશોર જણાવ્યું હતું કે, જ્યારે તમે છેલ્લાં 10 વર્ષથી એક જ કામ કરી રહ્યા છો, તો પછી બ્રેક લેવામાં કોઈ નુકસાન નથી.... તમારે પાંચ વર્ષ માટે કોઈને તક આપવી જોઈએ. તારી માતાએ પણ એવું જ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તેમણે રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધીના રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવાને ટાંકીને આ વાત કહી હતી. 1991 પીવી નરસિમ્હા રાવને તે ભૂમિકા સોનિયાના પીછેહઠ પછી જ મળી હતી.

રાહુલ ગાંધીને લાગે છે કે તેઓ બધું જ જાણે છે - પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વના તમામ સારા નેતાઓ તેમની ખામીઓથી વાકેફ છે અને તેમને દૂર કરવા માટે તૈયાર છે, પરંતુ રાહુલ ગાંધીને લાગે છે કે, તેઓ બધુ જાણે છે.
જો તમને ખબર ન હોય કે તમને શું જોઈએ છે, તો કોઈ તમને મદદ કરી શકશે નહીં. તેઓને એવું લાગે છે કે, તેઓને કોઈ એવી વ્યક્તિની જરૂર છે, જે તેમને બતાવી શકે કે, તેઓ જે વિચારે છે તે યોગ્ય છે, અને તે શક્ય નથી.
પ્રમુખ પદ છોડતી વખતે તેમણે જે કહ્યું હતું તેનાથી વિરુદ્ધ કરી રહ્યા છે - તેમણે જણાવ્યું હતું કે, મારા મતે આ પણ લોકશાહી વિરોધી છે. પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતાં વાયનાડના સાંસદે લખ્યું હતું કે, તેઓ પાછા હટી જશે અને આ જવાબદારી કોઈ બીજાને ઉપાડવા દેશે, પરંતુ તેઓ વાસ્તવમાં તેઓએ જે લખ્યું છે, તેનાથી વિરુદ્ધ કરી રહ્યા છે.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઘણા નેતાઓ અંગત વાતચીતમાં કહેશે કે, તેઓ પાર્ટીમાં કોઈ એક બેઠક પર અથવા જોડાણમાં બેઠકોના સમાયોજન પર કોઈ નિર્ણય લઈ શકતા નથી, સિવાય કે તેમને XYZ તરફથી મંજૂરી મળે. જોકે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ખાનગીમાં વિપરીત સ્થિતિ વ્યક્ત કરે છે, જેમ કે રાહુલ ગાંધી તેઓ ઇચ્છે તેવા નિર્ણયો લેતા નથી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દાવો કરે છે કે, ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને મીડિયા સાથે રમત રમાઈ રહી હોવાથી તેમની પાર્ટીને ચૂંટણીમાં આંચકો લાગ્યો છે, તો પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, આમાં થોડું સત્ય હોઈ શકે છે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી.
પરિવારવાદના આરોપો પર મોટો દાવો - પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને કેટલાક પ્રાદેશિક પક્ષો પર પરિવારવાદના ભાજપના આરોપો પર તેમણે સ્વીકાર્યું કે આ મુદ્દો ગંભીરતાથી લોકો સુધી પહોંચી રહ્યો છે. આઝાદી પછી કોઈની અટકનો ઉપયોગ કરવો ફાયદાકારક રહ્યો હશે, પરંતુ હવે તે બોજ બની ગયો છે.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ભલે તે રાહુલ ગાંધી હોય, અખિલેશ યાદવ હોય કે તેજસ્વી યાદવ હોય. તેમના પોતાના પક્ષોએ તેમને તેમના નેતા તરીકે સ્વીકાર્યા હશે, પરંતુ જનતાએ તેમને સ્વીકાર્યા નથી. શું અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીને જીત તરફ લઈ જઈ શક્યા છે?
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
