Lok sabha election 2024 : સ્મૃતિ ઈરાની માટે મુશ્કેલીના મંડાણ, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે
બીજેપીની બડબોલી નેતા સ્મૃતિ ઈરાની માટે મુશ્કેલીના મંડાણ થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.
અમેઠી અને રાયબરેલીને લઈને સસ્પેન્સ યથાવત છે. અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવવા માટે કાલનો દિવસ બાકી છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી આ બંને ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.

જો કે સમાચાર સામે આવી રહ્યા છે કે રાહુલ ગાંધીએ અમેઠી માટે પોતાની સંમતિ આપી દીધી છે. જે બાદ અમેઠીથી લઈને દિલ્હી સુધી હલચલ વધી ગઈ છે. માનવામાં આવે છે કે પાર્ટી સાંજ સુધીમાં અમેઠી માટે રાહુલ ગાંધીના નામની જાહેરાત કરશે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ કિશોરી લાલ શર્મા નામાંકનની તૈયારીઓને લઈને અમેઠી પહોંચ્યા છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ આજે સાંજ સુધીમાં રાહુલ ગાંધીના નામની જાહેરાત કરશે.
કિશોરી લાલ શર્મા વતી કહેવામાં આવ્યું છે કે અમેઠીથી માત્ર ગાંધી પરિવારના કોઈ સભ્ય જ ચૂંટણી લડશે. તમામ તૈયારીઓ તેમના માટે જ છે. અન્ય કોઈ વ્યક્તિ માટે નહીં. પાર્ટી કાર્યકર્તાઓ ઈચ્છે છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠીથી ચૂંટણી લડે.
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે આજે જાહેરાત કરવામાં આવશે. CECએ તમામ જવાબદારી મલ્લિકાર્જુન ખડગેને આપી છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જયરામ રમેશે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે, પરંતુ તેમણે આખા દેશમાં પ્રચાર કરવો પડે છે. આ બંને અમારા સ્ટાર પ્રચારક છે પરંતુ CEC, કોંગ્રેસ સંગઠન અને કોંગ્રેસના કાર્યકરો ઈચ્છે છે કે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે પરંતુ આ તેમની અંગત પસંદગી છે. તેઓએ નિર્ણય લેવો પડશે.












Click it and Unblock the Notifications
