Lok Sabha Election 2024 : કેમ વધી રહ્યો છે Form 17C ને લઈને વિવાદ? કેમ ઈલેક્શન કમિશન આંકડા છુપાવવા માંગે છે?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ઈલેક્શન કમિશનની ભુમિકા શંકાના દાયરામાં આવી રહી છે. હવે ફરીથી ઈલેક્શન કમિશન વિવાદમાં આવ્યુ છે.

આ લોકસભા ચૂંટણીમાં ઘણા વિવાદો ઉભા થયા છે. તેમાંથી એક ફોર્મ 17Cનો વિવાદ છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.

form 17c

અરજીકર્તાઓ ફોર્મ 17Cના ડેટાને સાર્વજનિક કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ આયોગ આ માટે તૈયાર નથી અને તેણે 225 પેજનું સોગંદનામું આપીને તેનો વિરોધ કર્યો છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે નિયમો ફોર્મ 17Cના ડેટાને સાર્વજનિક કરવાની મંજૂરી આપતા નથી. અરજીમાં પંચને મતદાન સમાપ્ત થયાના 48 કલાકની અંદર આ ડેટા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

ફોર્મ 17C શું છે?
ફોર્મ 17C દરેક મતદાન મથકમાં નોંધાયેલા મતદારોની સંખ્યા અને પડેલા મત અને અન્ય સંબંધિત ડેટાનો સંપૂર્ણ રેકોર્ડ છે. આ ફોર્મની અસલ નકલ સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને તેની નકલ દરેક ઉમેદવારના પોલિંગ એજન્ટને આપવામાં આવે છે.

મતદાનની ટકાવારી માત્ર ફોર્મ 17C પરથી નક્કી થાય છે. આ ફોર્મમાં બે ભાગ છે, જેમાં પ્રથમ ભાગમાં મતદાન નોંધવામાં આવે છે અને બીજા ભાગમાં ચૂંટણી પરિણામો નોંધવામાં આવે છે.

ફોર્મ 17C શા માટે જરૂરી છે?
ચૂંટણી આચારના નિયમો 1961 મુજબ દરેક મતદાન મથક પર મતદાન અધિકારીની જવાબદારી છે કે તેઓ ત્યાં પડેલા મતનો સંપૂર્ણ રેકોર્ડ રાખે. આ ઈવીએમમાં ​​પડેલા દરેક મતનો ભૌતિક રેકોર્ડ પણ રાખે છે.
દરેક ઉમેદવારના પોલિંગ એજન્ટ તેની નકલ માંગી શકે છે. જો કોઈ પણ પ્રકારની ગરબડની ફરિયાદ હોય તો ઈવીએમમાં ​​પડેલા મતને તેના ડેટા સાથે મેચ કરી શકાય છે. આનાથી હેરાફેરીની શક્યતા દૂર થઈ શકે છે.

ફોર્મ 17C ને લઈને વિવાદ શું છે?
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને ચૂંટણી પંચની વેબસાઈટ પર ફોર્મ 17Cની સ્કેન કોપી અપલોડ કરવાની માંગ કરવામાં આવી છે. કેટલાક વિરોધ પક્ષો દ્વારા મતદાનની ટકાવારીના આંકડામાં છેડછાડના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે અને બીજા તબક્કાની ચૂંટણી 26 એપ્રિલે યોજાઈ હતી. ચૂંટણી પંચે 11 દિવસ પછી પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી અને 4 દિવસ પછી બીજા તબક્કાની મતદાનની ટકાવારીનો અપડેટ ડેટા જાહેર કર્યો. આ પછી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પંચના અંતિમ ડેટામાં 5% સુધીનો તફાવત હતો.

સુપ્રીમ કોર્ટમાં શું થયું?
આ મામલામાં 17 મેના રોજ ADRની અરજી પર CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચને પૂછ્યું કે ફોર્મ 17Cનો ડેટા સાર્વજનિક કેમ ન કરી શકાય? ચૂંટણી પંચે આ અંગે 225 પાનાનું એફિડેવિટ દાખલ કર્યું છે, જેની સુનાવણી શુક્રવારે એટલે કે 24 મેના રોજ થવાની છે.

ચૂંટણી પંચ ફોર્મ 17Cને સાર્વજનિક કેમ કરવા નથી માગતું?
આ અરજીનો ચૂંટણી પંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચના મતે ફોર્મ 17C અપલોડ કરવાથી ચૂંટણી તંત્રમાં અરાજકતા સર્જાઈ શકે છે. આ સિવાય સ્કેન કોપીની તસવીરો સાથે ચેડાં થઈ શકે છે અને તેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી શકે છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે તેની નકલ ઉમેદવારોના પોલિંગ એજન્ટને આપી શકાય પરંતુ તેને સાર્વજનિક કરવું શક્ય નથી. તેની અસલ નકલ આમ પણ સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X