Lok Sabha Election 2204: મહારાષ્ટ્રમાં બેઠકની મડાગાંઠ ઉકેલાશે, કોંગ્રેસ કરશે પીછેહઠ

Lok Sabha Election 2204: લોકસભાની ચૂંટણી હવે દૂર નથી. આવી સ્થિતિમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં જોડાઇ ગઇ છે. આ વચ્ચે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી વચ્ચે સીટની વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો હોય તેવું જણાઇ રહ્યું છે.

કોંગ્રેસે સાંગલી, ભિવંડી અને દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠકો પર પોતાના દાવાથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જે બાદ હવે રાજ્યની 48 બેઠકોમાંથી શિવસેના-ઉદ્ધવ જૂથ 22 બેઠકો પર, કોંગ્રેસ 16 બેઠકો પર અને NCP-શરદ પવાર જૂથ 10 બેઠકો પર ચૂંટણી લડશે.

કેટલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર? - શિવસેના-ઉદ્ધવ જૂથે 22 માંથી 21 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે તેની 16 બેઠકોમાંથી 13 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે NCP-શરદ પવાર જૂથ દ્વારા પોતાની 10 માંથી 7 બેઠકોની જાહેરાત કરવામાં છે.

Lok Sabha Election 2204

મળતી માહિતી મુજબ, MVAના નેતાઓ આજે સવારે 11 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. જેમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને નાના પટોલે સહિત અનેક નેતાઓ ભાગ લેશે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જે ઉત્તર પ્રદેશ (80 બેઠકો) પછી સૌથી વધુ છે.

19 એપ્રિલથી શરૂ થઈ રહી છે લોકસભા ચૂંટણી - સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. 4 જૂને મતગણતરી થશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 29.7 કરોડ પાત્ર મતદારોએ મતદાન કર્યું નથી.

છેલ્લી લોકસભાની ચૂંટણીમાં, જે 50 બેઠકો પર સૌથી ઓછું મતદાન થયું હતું, તેમાંથી 17 બેઠકો મહાનગરો અથવા મોટા શહેરોની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X