For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં લાલૂનું 'માય' સમીકરણ ધ્વસ્ત, મુસ્લિમોને પણ નીતિશ પર ભરોસો

બિહારમાં લાલૂ યાદવની તાકાત સમાન માય સમીકરણ ભાંગીને ભૂક્કો થઈ ગયું છે. 2019ની લોકસબાની ચૂંટણીના પરિણામોમાં આ સૌતી મોટો સંદેશ છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં લાલૂ યાદવની તાકાત સમાન માય સમીકરણ ભાંગીને ભૂક્કો થઈ ગયું છે. 2019ની લોકસબાની ચૂંટણીના પરિણામોમાં આ સૌતી મોટો સંદેશ છે. હવે યાદવ અને મુસ્લિમ વોટર્સ પહેલાની જેમ રાજદને સાથ નથી આપી રહ્યા. રાજદની વોટબેન્ક વિકેરાઈ ચૂકી છે. બિહારમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જદયુ અને ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. જદયુના નેતા નીતિશકુમારે માઈનોરિટી વોટ માટે જે રણનીતિ બનાવી હતી, તેમાં સફળતા મળી છે. પરિણા પરથી લાગી રહ્યું છે કે મુસ્લિમ વોટર્સ નીતિશ કુમારની સાથે ચાલી રહ્યા છે. બિહારમાં કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા, કટિહાર, દરભંગા, મધુબની, ભાગલપુર મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો છે. કિશનગંજ અને અરરિયામાં તો 70 ટકા વોટર્સ અલ્પસંખ્યક છે. આ બેઠકો પર ભાજપ અને જદયૂના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની આ 10 ભૂલો કોંગ્રેસને ભારે પડી

અરરિયામાં ભાજપનું શાનદાર પ્રદર્શન

અરરિયામાં ભાજપનું શાનદાર પ્રદર્શન

અરરિયામાં 70 ટકા મતદારો મુસ્લિમ છે. આ બેઠક પર ભાજપના પ્રદીપસિંહનો વિજય થયો છે. પહેલા આ બેઠક પર તસ્લીમુદ્દીનનો કબજો હતો. તેમના નિધન બાદ પેટાચૂંટણીમાં તેમના પુત્ર સરફરાઝ આલમનો વિજય થયો. પેટાચૂટણીમાં નીતિશના સમર્થન છતાંય પ્રદીપસિંહ હાર્યા હતા. પરંતુ 2019માં સ્થિતિ બિલકુલ ઉલ્ટી છે. સીમાંચલના સૌથી મોટા મુસ્લિમ નેતા રહેતા તલ્સમુદ્દીનના પુત્ર સરફરાઝ માટે માય સમીકરણ કામ ન લાગ્યું. તેમન મુસ્લિમ અને યાદવ વોટબેન્કમાં ભાગલા બડ્યા. ટિકિટ વહેંચણી સમયે નીતિશે રણનીતિ બનાવી હતી કે મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર જદયુ ઉમેદવારો રાખે જેથી ભાજપની નારાજગી નડે નહીં. અરરિયા સિવાય મોટા ભાગની આવી બેઠકો જદયુએ પોતાની પાસે રાખી હતી. એનડીએની સંયુક તાકાતે પ્રદીપસિંહની જીત નક્કી કરી.

દરભંગા, મધુબનીમાં ભાજપની જીત

દરભંગા, મધુબનીમાં ભાજપની જીત

દરભંગા બેટક પર ભાજપના સામાન્ય કાર્યકર્તા ગોપાલજી ઠાકુરનો વિજય થયો છે. ગોપાલજી ટાકુરે લગબગ 2.67 લાક વોટતી જીત મેળવી છે. દરભંગામાં આ પહેલા કોઈને આટલી લીડ નથી મળી. કીર્તિ આઝાદને હવે અફસોસ થતો હશે કે તેમણે ભાજપ કેમ છોડ્યું. તેઓ દરભંગાથી ભાજપના સાંસદ હતા. પરંતુ વિવાદ બાદ કોંગ્રેસમાં જતા રહ્યા. મહાગઠબંધનમાં તેમની સ્થિતિ કથળી. તેમણે ચૂંટણી લડવા માટે ઝારખંડના ધનબાદ જવું પડ્યું, જ્યાં કારમો પરાજય થયો. મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક હોવાતી રાજદે અહીં અબ્દુલબારી સિદ્દિકીને ટિકિટ આપી હતી. પરંતુ તેમના માટે પણ માય સમીકરણ ન ચાલ્યું.

પૂર્ણિયા, કટિહાર, ભાગલપુરમાં જદયુનું સારુ પ્રદર્શન

પૂર્ણિયા, કટિહાર, ભાગલપુરમાં જદયુનું સારુ પ્રદર્શન

કિશનગંજ બેઠક પર જદયુએ ખૂબ જ તાકાત લગાવી પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ડૉ.જાવેદ જીતી રહ્યા છે. આ બેઠક કોંગ્રેસની છે. પરંતુ જે રીતે જદયુએ અહીં કાંટાની ટક્કર આપી તે જોતા લાગે છે કે માઈનોરિટી પણ હવે તેમને સ્વીકારી રહી છે. ભાજપ સાથે ગઠબંધન છતાંય જદયુએ માઈનોરિટીઝમાં પોતાની પેઠ વધારી છે. આ વાતનો સૌથી વધુ ફાયદો તેમને કટિહારમાં મળી રહ્યો છે. કટિહાર બેઠ પર કોંગ્રેસના તારિક અનવર જીતતા હતા. પરંતુ આ વખતે જદયુના દુલાચંદ ગોસ્વામીએ જીત મેળવી છે. જદયુએ પહેલીવાર અહીં જીત મેળવી છે. પૂર્ણિયા પણ તેમની વિનિંગ સીટ હતી, જે જદયુએ જાળવી રાખી છે. તો ભાગલપુર જે રાજદની સીટ ગણાતી હતી તે પણ હવે જદયુની થઈ ગઈ છે.

English summary
lok sabha election results 2019 bihar result nitish kumar lalu prasad yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X