UPAએ પહેલી વાર 100નો આંકડો કર્યો પાર, કોંગ્રેસને 61 સીટો
શરૂઆતના રૂઝાનમાં એનડીએ ભારે મતોથી આગળ છે અને તેમનો આંકડો 300ને પાર પહોંચી ચૂક્યો છે. એનડીએ 332 સીટો પર આગળ છે જ્યારે 104 સીટો પર યુપીએ આગળ છે.
દેશમાં આગામી સરકાર કોની બનશે તેનો ખુલાસો આજે થઈ જશે. 19મેના રોજ સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેકને આ જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે જનતાનો નિર્ણય કોના હકમાં જશે. શરૂઆતના રૂઝાનમાં એનડીએ ભારે મતોથી આગળ છે અને તેમનો આંકડો 300ને પાર પહોંચી ચૂક્યો છે. એનડીએ 332 સીટો પર આગળ છે જ્યારે 104 સીટો પર યુપીએ આગળ છે. બીજી તરફ અન્યના ખાતામાં 106 સીટો જતી જોવા મળી રહી છે.

યુપીએ 104 સીટો પર આગળ
મતોની ગણતરીની વાત કરીએ તો શરૂઆતથી જ ભાજપ ભારે મતોથી આગળ ચાલી રહ્યુ છે. યુપીમાં ભાજપ મહાગઠબંધનના પડકારને ઘણી હદ સુધી નિપટતી જોઈ શકાય છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો આજે પહેલી વાર યુપીએ 100નો આંકડો પાર કર્યો છે. જેમાં કોંગ્રેસ 61 સીટો પર આગળ ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર એ છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી પાછળ ચાલી રહ્યા છે. અહીંથી ભાજપના સ્મૃતિ ઈરાની આગળ ચાલી રહ્યા છે. જો કે રાહુલ વાયનાડ સીટ પર આગળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસ 61 સીટો પર આગળ
કોંગ્રેસની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. આ રાજ્યોમાં ભાજપ ઘણુ સારુ પ્રદર્શન કરતી દેખાઈ રહી છે. મધ્ય પ્રદેશની 29માંથી 28 સીટો પર ભાજપ આગળ છે. છત્તીસગઢની 9 સીટો પર ભાજપ આગળ છે જ્યારે 2 પર કોંગ્રેસ આગળ છે. વળી, ઝારખંડની વાત કરીએ તો એનડીએ 12 પર અને યુપીએ બે સીટો પર આગળ છે.

ઘણા રાજ્યોમાં કોંગ્રેસનું ખાતુ ન ખુલ્યુ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નથી. બિહારમાં પણ કોંગ્રેસ એક પણ સીટ પર આગળ નથી, બિહારમાં ભાજપ ગઠબંધન 38 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. જેના કારણે તે નિશ્ચિત રીતે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. પંજાબમાં કોંગ્રેસ 10 સીટો પર આગળ છે. દિલ્લીમાં પાર્ટી કોઈ સીટ પર આગળ નથી. આ બધી સાત સીટો પર ભાજપના ઉમેદવાર આગળ છે. ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસ શરૂઆતમાં આગળ નથી.












Click it and Unblock the Notifications
