16 મે નક્કી કરશે કોણ બનશે દેશના વડાપ્રધાન

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ લોકસભાની ચૂંટણીને લઇને દેશની બે મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપ તથા આમ આદમી પાર્ટી સહિતની અન્ય પાર્ટીઓ દ્વારા ચૂંટણી સંબંધી તૈયારીઓ આદરી દેવામાં આવી છે. પાર્ટીઓ દ્વારા કઇ લોકસભા બેઠક પરથી કયા ઉમેદવારને ઉભો રાખવામાં આવે તો પાર્ટીને લાભ થશે તે અંગેનું આકલન કાઢવામાં આવી રહ્યું છે. ત્યારે મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા પણ લોકસભા ચૂંટણી 2014ને લઇને પોતાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

election-commission-of-india
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચાલું વર્ષે થનારી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે. જે પાંચ ચરણમાં યોજાશે, પાંચ ચરણમાં યોજાનારી આ ચૂંટણી 16 એપ્રિલથી 13 મે દરમિયાન થશે. તેમજ ચૂંટણીની મતગણતરી 16 મેના રોજ કરવામાં આવી શવશે. સૂત્રોએ આપેલ માહિતી પર વિશ્વાસ કરીએ તો માર્ચના પ્રથમ અઠવાડિયામાં ચૂંટણી સંબંધિત આખો કાર્યક્રમ જણાવી દેવામાં આવશે.

પાંચ ચરણની ચૂંટણી પર નજર ફેરવીએ તો

ચરણ એકઃ 16 એપ્રિલ( 124 બેઠકો પર ચૂંટણી)
ચરણ બેઃ 22-23 એપ્રિલ(141 બેઠકો પર ચૂંટણી)
ચરણ ત્રણઃ 30 એપ્રિલ(107 બેઠકો પર ચૂંટણી)
ચરણ ચારઃ સાત મે(85 બેઠકો પર ચૂંટણી)
ચરણ પાંચઃ 13 મે(86 બેઠકો પર ચૂંટણી)

15 લોકસભાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ થયા છે અને નવી લોકસભા 1લી જૂનથી પોતાની જવાબદારી સંભાળશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X