ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 13 મેના રોજ ફેર મતદાન
મુઝફ્ફરનગર, 12 મે : ચૂંટણી પંચના આદેશ અંતર્ગત રમખાણ પ્રભાવિત મુઝફ્ફરનગર જિલ્લાના ત્રણ મતદાન કેન્દ્રો પર 13 મેના રોજ ફેર મતદાન કરાવવામાં આવશે. આ અંગેની વિગતો આપતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રમણિ ત્રિપાઠીએ જણાવ્યું કે બેહલોલપુર, રસૂલપુર જત્તન અને નૂનાખોડામાં 12 મેના બદલે 13 મેના રોજ પુન: મતદાન કરાવવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા જ મતદાનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. બસપાના ઉમેદવાર કાદિર રાણા અને કોંગ્રેસના ઉમેદવાર પંકજ અગ્રવાલે ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા દાખવવામાં આવી હોવા અંગે ફરિયાદ કરી હતી.

પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે મતદાન કેન્દ્રો પર બોગસ મતદાન કરવામાં આવ્યું હતું. 10 મેના રોજ આ મતદાન કેન્દ્રો પર 75 ટકાથી વધારે મતદાન નોંધાયુ હોવાના અહેવાલ મળ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે તમામ ત્રણ મતદાન કેન્દ્રો પર ફેર મતદાન પહેલા સુરક્ષા વ્યવસ્થાને વધારે ચુસ્ત બનાવાશે. આ માટે વધારાના સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
