સની દેઓલની ગાડીનો એક્સીડંટ, માંડ માંડ બચ્યા

પંજાબની ગુરુદાસપુર સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને બોલિવૂડ અભિનેતા સની દેઓલની ગાડીનો એક્સીડંટ થયો છે.

પંજાબની ગુરુદાસપુર સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને બોલિવૂડ અભિનેતા સની દેઓલની ગાડીનો એક્સીડંટ થયો છે. ન્યુઝ ચેનલો અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન સની દેઓલની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જ નુકશાન નથી થયું. તેઓ આ દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના પંજાબના ધારીવાલ નજીકની છે.

આ પણ વાંચો: મોદીએ પોતાના રાજકીય સ્વાર્થ માટે પત્નીને છોડી દીધીઃ માયાવતી

ટાયર ફાટ્યું

ટાયર ફાટ્યું

જણાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન સની દેઓલની ગાડી રેન્જ રોવરનું ટાયર ફાટ્યું અને તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, પરંતુ સની દેઓલ સુરક્ષિત છે. અચાનક લાગેલી બ્રેકને કારણે સની દેઓલની ગાડી પાછળ ચાલી રહેલી ગાડીઓ સાથે અથડાઈ, જેને કારણે તેમની ગાડીના કાચ તૂટી ગયા. આ ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાની ખબર નથી આવી.

મહિલાએ સનીને કિસ કરી

મહિલાએ સનીને કિસ કરી

ખરેખર રોડ શૉ દરમિયાન એક મહિલા સની દેઓલની ગાડી પર ચઢી ગઈ. બધાને લાગ્યું કે તે સની દેઓલ સાથે ફોટો ખેંચાવવા માટે ગાડી પર ચઢી છે. સની દેઓલે જાતે તે મહિલાને ગાડી પર ચઢવા માટે મદદ કરી. પરંતુ ત્યારપછી મહિલાએ જે કર્યું તે હેરાન કરી નાખે તેવી હતું. મહિલાએ પહેલા સની દેઓલને ગળે લગાવ્યો. ત્યારપછી તેના ગાલ પર કિસ કરી. તે હસતા હસતા ગાડીથી નીચે ઉતરી આવી. મહિલાની આ હરકતથી બધા જ હેરાન હતા, જયારે સની દેઓલનો ચહેરો શરમથી લાલ થઇ ગયો હતો.

સની પર છે 53 કરોડનું દેવું

સની પર છે 53 કરોડનું દેવું

જણાવી દઈએ કે સની દેઓલે ગુરદાસપુર સીટથી નામાંકન દાખલ કરતી સમયે ચૂંટણી પંચને જાણકારી આપી હતી કે તેમની અને તેમની પત્ની પાસે કુલ 87 કરોડની સંપત્તિ છે, જ્યારે તેઓ 53 કરોડના દેવાદાર છે. ચૂંટણી પંચને આપેલ સોગંધનામા મુજબ વર્ષ 2017-18માં સની દેઓલની આવક 63.82 લાખ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2016-17માં 96.29 લાખ અને 2015-16માં તેમની આવક 2.25 કરોડ રૂપિયા હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X