લોકસભા ચૂંટણી 2019: છાત્રોને લોભાવવા માટે કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ

આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને લોભાવવા માટે કોંગ્રેસ પોતાની પૂરી કોશિશ કરી રહ્યુ છે.

આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને લોભાવવા માટે કોંગ્રેસ પોતાની પૂરી કોશિશ કરી રહ્યુ છે. પાર્ટી ચૂંટણી ઘોષણાપત્રમાં છાત્રોને લોન માફ કરવાના વચનને શામેલ કરી શકે છે. આવુ પહેલી વાર છે જ્યારે ચૂંટણી ઘોષણા પત્રમાં આ રીતનું વચન શામેલ કરવામાં આવશે જેમાં છાત્રોની લોન માફ કરવામાં આવશે. આ વિચાર પાર્ટીના ઘોષણાપત્રને તૈયાર કરવા દરમિયાન થયેલી ચર્ચા દરમિયાન સામે આવ્યો. ઘોષણાપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં શામેલ એક નેતાએ જણાવ્યુ કે ઉચ્ચ શિક્ષણ ઘણુ ખર્ચાળ હોય છે અને તે છાત્રો માટે હંમેશાથી મોટો પડકાર રહ્યુ છે આના કારણે આને ચૂંટણી ઘોષણાપત્રમાં શામેલ કરવામાં આવશે.

અંતિમ નિર્ણય

અંતિમ નિર્ણય

વર્કિંગ કમિટીના કોંગ્રેસ નેતા અનુસાર આ ચૂંટણી વચનો પર હજુ મંથન ચાલી રહ્યુ છે કે છેવટે કયા વર્ગને આ ફાયદો આપવામાં આવશે. આ સાથે જોડાયેલા તમામ પાસાં પર ચર્ચા કરવામાં આવી રહી છે કે લોન માફીની મહત્તમ રકમ શું હશે, કયા વર્ગ અને આવકના લોકોને આ સુવિધા આપવામાં આવશે. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે અમે આ વિશે તમામ લોકોના સૂચનો મેળવ્યા છે અને આના પર ચર્ચા કરી રહ્યા છે. આના પર અંતિમ નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી લેશે.

69100 કરોડ લોન

69100 કરોડ લોન

સરકારી આંકડા અનુસાર ભારતીય બેંકોએ છાત્રોને 21 ડિસેમ્બર 2018 સુધી કુલ 69100 સુધી લોન આપી છે. ગયા વર્ષે કોંગ્રેસ-જનતા દળે કર્ણાટકમાં ગઠબંધન દરમિયાન છાત્રોને લોન માફીનો પ્રસ્તાવ આપ્યો હતો. વાસ્તવમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ મોટી સંખ્યામાં યુવા મતદારોને પોતાની તરફ ખેંચવા ઈચ્છે છે. 2019માં પહેલી વાર 15 કરોડ યુવા મતદારો મત આપશે માટે પક્ષ આ તમામ મતદારોને લોભાવવા માટે આ ચૂંટણી વચન પોતાના ઘોષણાપત્રમાં શામેલ કરી શકે છે.

યુવા મતદારો પર નજર

યુવા મતદારો પર નજર

કોંગ્રેસ મુખ્ય રીતે આ વખતે પહેલી વાર મત કરનારા 130 મિલિયન નવા મતદારો પર નજર રાખી રહી છે. જ્યારે આ 110 મિલિયન મતદારો બીજી વાર પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે તેના પર પણ પક્ષની નજર છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કુલ 900 મિલિયન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સામાન્ય જનતા પાસે માંગ્યા સૂચન

સામાન્ય જનતા પાસે માંગ્યા સૂચન

તમને જણાવી દઈએ કે આગામી લોકસભા ચૂંટણીને જોતા પક્ષની ઘોષણાપત્ર બનાવવાની પ્રક્રિયામાં કોંગ્રેસ પક્ષે સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. આના માટે લોકોને કહેવામાં આવ્યુ છે કે તે વૉટ્સએપ, ઈન્ટરનેટ અને ઈમેલ દ્વારા પોતાના સૂચનો આપી શકે છે. છાત્રોની લોન માફ કરવાના સૂચન એવા સમયે સામે આવ્યા છે જ્યારે રાહુલ ગાંધીએ લોકોને વચન આપ્યુ હતુ કે જો તેમનો પક્ષ ફરીથી સરકારમાં આવ્યો તો તે લઘુત્તમ આવકની ગેરેન્ટી આપશે. સૂત્રોની માનીએ તો પક્ષ ખેડૂતોની લોનમાફી પણ ઘોષણાપત્રમાં એલાન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X