પીએમ મોદીના TMCના 40 ધારાસભ્ય સંપર્કમાં હોવાના દાવા પર ટીએમસીનો પલટવાર
પીએમ મોદીએ રેલી દરમિયાન દાવો કર્યો કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. પીએમ મોદીના આ દાવા પર ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયને પલટવાર કર્યો છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ ચૂંટણી હિંસા પર ભાજપ-ટીએમસી સામસામે છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ રેલી દરમિયાન મમતા બેનર્જી પર હુમલો કરીને દાવો કર્યો કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. પીએમ મોદીના આ દાવા પર ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયને પલટવાર કર્યો છે.

પીએમ મોદીના દાવા પર ટીએમસીનો પલટવાર
ડેરેક ઓબ્રાયને પીએમ મોદી પર હુમલો કર્યો અને કહ્યુ, ‘એક્સપાયરી બાબુ પીએમ, કોઈ તમારા સાથે નહિ જાય, એક ધારાસભ્ય પણ નહિ. તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો કે ખરીદવેચાણ કરી રહ્યા છો. તમારી એક્સપાયરી ડેટ નજીક છે. અમે ચૂંટણી કમિશનને આની ફરિયાદ કરી રહ્યા છે.' ટીએમસી સાંસદે કહ્યુ કે તે પીએમ મોદી સામે ખરીદવેચાણની કોશિશની ફરિયાદ કરશે.
|
ટીએમસીના 40 ધારાસભ્ય સંપર્કમાઃ પીએમ મોદી
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં રેલી દરમિયાન મમતા બેનર્જી પર જોરદાર હુમલો કર્યો હતો. સાથે પીએમ મોદીએ દાવો કર્યો હતો, ‘દીદી, તમારી જમીન ખસી ચૂકી છે અને જોઈ લેજો 23 મેના રોજ જ્યારે પરિણામ આવશે તો તમારા ધારાસભ્ય પણ તમને છોડીને ભાગી જશે. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે.'

ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા થઈ રહ્યાઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ, ‘જનતાની આંખોમા એક જ સપનુ દેખાઈ રહ્યુ છે. જનતાના જિગરમાં એક જ સંકલ્પ છે અને તે છે - ચૂપચાપ કમલ છાપ, ચૂપચાપ કમલ છાપ. બુથ બુથથી ટીએમસી સાફ, બુથ બુથથી ટીએમસી સાફ. દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે, આજે જે પશ્ચિમ બંગાળમાં ગુસ્સો છે તે તમારા વિશ્વાસઘાતનો છે અને આ વિશ્વાસઘાતની કિંમત અહીંના નવયુવાનો લઈને રહેશે.' પીએમ મોદીએ કહ્યુ હતુ કે ટીએમસીના ગુંડા લોકોને મત આપવાની તનતોડ મહેનત કહી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
