ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર
CNN News18-Ipsos એક્ઝીટ પોલ મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને 336 સીટો મળી શકે છે.
લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું ખતમ થતાં જ એક્ઝીટ પોલ્સના પરિણામો સામે આવવા લાગ્યા છે. લગભગ બધા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. એક્ઝીટ પોલના આંકડા ઈશારો કરે છે કે એક વાર ફરીથી કેન્દ્રમાં મોદીની સરકાર બનશે.

CNN News18-Ipsos એક્ઝીટ પોલ મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને 336 સીટો મળી શકે છે. વળી, કોંગ્રેસના નેતૃત્વમાં લડી રહેલા યુપીએને માત્ર 82 સીટો પર સમેટાવા પડી શક્યુ છે. સાતમાં તબક્કાના મતદાન બાદ સામે આવેલા એક્ઝીટ પોલ મુજબ 542 સીટોમાંથી એનડીએને 336 સીટો, અન્યને 124 સીટો અને યુપીએને 82 સીટો મળવાની સંભાવના જોવા મળી રહી છે.
Lok Sabha elections 2019
એનડીએઃ 336
યુપીએઃ 82
અન્યઃ 124
ન્યૂઝ 18 Ipsos એક્ઝીટ પોલ મુજબ 2019માં ભાજપ પોતાના એકલાના દમ પર સરકાર બનાવતી જોવા મળી રહી છે. 542 સીટોમાંથી 276 ભાજપના ખાતામાં આવતી જોવા મળી રહી છે. વળી કોંગ્રેસ માત્ર 46 સીટો પર સમેટાઈ શકે છે. વળી, એક્ઝીટ પોલના આંકડા મુજબ સપાના ખાતામાં 10, ટીએમસી 38, બસપા 7, ટીઆરએસ 12, બીજેડી 13, વાયએસઆર કોંગ્રેસ 13, લેફ્ટના ખાતામાં 12 સીટો તો આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 1 સીટ આવતી જોવા મળી રહી છે. વળી ટીડીપીને 11 સીટો મળી શકે છે.












Click it and Unblock the Notifications
