કોંગ્રેસ ધારાસભ્યએ ઈવીએમ વિવાદ પર પોતાની પાર્ટી પર ઉઠાવ્યા સવાલ

ઈવીએમ વિવાદ પર કોંગ્રેસના જ ધારાસભ્યએ પાર્ટી લાઈનથી હટીને વલણ અપનાવીને સવાલ ઉઠાવ્યા છે.

લોકસભા ચૂંટણી 2019માં ઈવીએમનો મુદ્દો ફરીથી એક વાર જોરમાં છે. એક્ઝીટ પોલ બાદ ખાસ કરીને જે રીતે વિપક્ષ ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી રહ્યુ છે તેને જોઈને મતગણતરી બાદ જોવાની વાત એ હશે કે ઈવીએમ પર બધા પક્ષોનું વલણ કઈ દિશામાં જાય છે. વિપક્ષી દળોમાં કોંગ્રેસ સહિત બધા મુખ્ય પક્ષોએ ઈવીએમ વિશે પોતાની સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન ઈવીએમ વિવાદ પર કોંગ્રેસના જ ધારાસભ્યએ પાર્ટી લાઈનથી હટીને વલણ અપનાવીને સવાલ ઉઠાવ્યા છે. આ મામલો કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્ય કે સુધાકરનો છે. સુધાકરે પોતાની પાર્ટીને સવાલ કર્યો છે કે છેવટે ઈવીએમમાં ગરબડ જેવી તમામ શંકાઓ એક્ઝીટ પોલ બાદ જ કેમ વ્યક્ત કરવામાં આવી છે.

k sudhakar

આ પહેલી વાર નથી જ્યારે સુધાકરે પોતાની પાર્ટી અને સરકાર સામે નિવેદનબાજી કરી હોય. તે આ પહેલા પણ સરકાર સામે નિવેદનબાજી કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ સુધાકર કે આ નિવેદન પહેલા પૂર્વ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પહેલા જ પોતાની સરકાર સામે બાગી તેવર અપનાવ્યા છે. સુધાકરે ગયા વર્ષે પણ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન પ્રત્યે પોતાની નાખુશી વ્યક્ત કરીને તેને અપવિત્ર ગઠબંધન ગણાવી દીધુ હતુ.

સુધાકરે લેટેસ્ટ મામલે ટ્વીટ કરીને કહ્યુ, 'વ્યક્તિગત રીતે હું સમજી નથી શકતો કે ઈવીએમમાં છેડછાડનો મુદ્દો એક્ઝીટ પોલની ચર્ચા દરમિયાન કેમ આવ્યો છે. કારણકે એક્ઝીટ પોલના પરિણામો તો લોકોને ભાવનાઓને વ્યક્ત કરે છે.' બાદમાં પીટીઆઈ સાથે વાત કરતા સુધાકરે સફાઈ આપતા કહ્યુ કે તેમણે એ માત્ર એટલા માટે કહ્યુ હતુ કે એક્ઝીટ પોલને ઈવીએમમાં છેડછાડ સાથે કોઈ લેવાદેવા નથી.

તમને જણાવી દઈએ કે સુધાકરે પોતાના ટ્વીટને વાયરલ થયા બાદ પ્રેસ કૉન્ફરન્સ પણ બોલાવી જેમાં તેમણે ફરીથી સફાઈ આપીને કહ્યુ કે તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. તેમણે આ દરમિયાન વરિષ્ઠ નેતાઓને મતગણતરી થવા સુધીની અપીલ કરી. આ સાથે જ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર પણ નિશાન સાધતા કહ્યુ કે, '2014માં તેમની જીત પણ ઈવીએમ દ્વારા જ નક્કી થઈ હતી શું તેમની જીત પર પણ સવાલ ઉઠાવવા જોઈએ? અંતમાં ધારાસભ્યએ અટકળોને વિરાણ આપીને કહ્યુ કે હું હજુ પણ કોંગ્રેસ પાર્ટીનો જ ધારાસભ્યુ છુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X