For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: લાતૂરમાં બોલ્યા મોદી- નક્સલ અને માઓવાદીઓથી મુક્ત ભારત અમારો સંકલ્પ

Live: ચૂંટણી પહેલા મંચ પર સાથે હશે મોદી અને ઉદ્ધવ ઠાકરે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં થનાર મતદાન માટે પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે થમી જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓ પોતાની તાકાત લગાવી દેશે. લોકસભા ચૂંટણઈના પહેલા તબક્કામાં યૂપીની 8 સીટો પર પણ મતદાન થનાર છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે સહારનપુરમાં પાર્ટીના ઉમેદવાર ઈમરાન મસૂદના સમર્થનમાં રોડ શો કરશે. આજે પીએમ નરેન્દ્ર મોદી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના લાતૂરમાં એક જસભાને સંબોધિત કરશે. લગભગ ત્રણ વર્ષ બાદ પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર જોવા મળશે. પીએમ મોદી જે બાદ કર્ણાટક અને તમિલનાડુમાં પણ ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે 11 એપ્રિલે વોટિંગ થશે.

આ પણ વાચો- ભાજપના સંકલ્પ પત્ર vs કોંગ્રેસનું હમ નિભાએંગે

narendra modi

Newest First Oldest First
1:01 PM, 9 Apr

તમે જોયું હશે, આજકાલ કોંગ્રેસના દરબારિઓના ઘરમાંથી નોટના થેલાને થેલા નીકળી રહ્યા છે, નોટથી વોટ ખરીદવાનું આ પાપ તેમની રાજનૈતિક સંસ્કૃતિ છે- પીએમ મોદી
1:00 PM, 9 Apr

સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'નરેન્દ્ર મોદી'ની રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી.
12:59 PM, 9 Apr

આવકવેરા વિભાગના દરોડા પર બોલ્યા સીએમ કમલનાથ, રાજનૈતિક રીતે જે કરવાની કોશિશ થઈ રહી છે તેમાં કોઈ સફળ નહિ થાય.
12:58 PM, 9 Apr

ચૂંટણી પંચે રાજસ્વ સચિવ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષને આવકવેરા વિભાગના દરોડા પર ચર્ચા કરવા માટે આમંત્રિત કર્યા હતા, બંને અધિકારીઓએ ચૂંણી પંચને જાણકારી સોંપી
12:58 PM, 9 Apr

કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે અમે દેશદ્રોહનો કાયદો હટાવશું, અરે હું કહેવા માંગું છું કે પહેલા અરીસામાં તમારું મોઢું જોઈ લો. તમે કોંગ્રેસવાળા જ હતા જેમણે બાલાસાહેબ ઠાકરેનું નાગરિત્વ છીનવી લીધું હતું, તેમનો મતદાન કરવાનો અધિકાર છીનવી લીધો હતો.
12:56 PM, 9 Apr

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે છિંદવાડા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું, દીકરા નકુલે લોકસભા ચૂટણી માટે ફોર્મ ભર્યું
12:56 PM, 9 Apr

લાતૂરમાં પીએમ મોદી- જે લોકો સવારથી અહીં બેઠા છે તેમની તપસ્યા બેકાર નહિ જવા દઉં
10:55 AM, 9 Apr

સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર- વિઝન હોવા છતાં તેમની દક્ષતા પર એક પ્રશ્ન ચિહ્ન છે કેમ કે દેશ અમેઠીની સ્થિતિ જાણે છે. બીજી તરફ એક કુશળ સરકાર છે જેને ન્યૂ ઈન્ડિયા બનાવવાનો સંકલ્પ લીધો છે.
10:54 AM, 9 Apr

ગ્રામીણોનું કહેવું છે કે અહીં સારા રસ્તા કે પીવાના પાણીની સુવિધા પણ નથી, બાળકો માટે કોઈ સ્કૂલ નથી. અમને 2017-18 માટે ગ્રામીણ રોજગાર યોજના કે પાક વીમાની રાશિની ચૂકવણી પણ નથી કરવામા આવી.
10:53 AM, 9 Apr

તમિલનાડુના એક ગામ મેલાસિરુપોથૂના રહેવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, કરી રહ્યા છે પ્રદર્શન
10:14 AM, 9 Apr

ચૂંટણી પંચની ભૂમિકા પર ઉઠ્યા સવાલો, કેટલાય પૂર્વ નૌકરશાહોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખ્યો પત્ર
10:13 AM, 9 Apr

આજે ચૂંટણી પ્રચાર થમી જશે, પહેલા તબક્કા માટે 11 એપ્રિલે વોટિંગ થશે.
9:29 AM, 9 Apr

કન્હૈયા કુમાર બેગુસરાયથી આજે પોતાની ઉમેદવારી નોંધાવશે, જાવેદ અખ્તર અને શબાના આઝમી કન્હૈયા માટે કરી શકે છે પ્રચાર.
9:28 AM, 9 Apr

મધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ અને ઝબલપુર સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર રાકેશ સિંહને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવાના મામલામાં કારણ દર્શાવો નોટિસ
9:28 AM, 9 Apr

ગુજરાત- મતદાતાઓમાં જાગરુકતા લાવવા માટે કલાકારોએ વાડીના રસ્તાઓ પર રંગોળી બનાવી.
9:27 AM, 9 Apr

ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજ વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ થયો.

English summary
Lok sabha elections 2019 live updates: priyanka gandhi road show in saharanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X