Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અચાનક સાસરીમાં પહોંચી હસીન જહાં, શમી માટે આ મોટી વાત કહી

થોડા સમય પહેલા ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાંની લડાઈ ઘણી ચર્ચામાં રહી હતી.

થોડા સમય પહેલા ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાંની લડાઈ ઘણી ચર્ચામાં રહી હતી. વિવાદ પછી બંને પતિ-પત્ની અલગ થઇ ગયા. પરંતુ લોકસભા ચૂંટણી 2019 બીજા તબક્કામાં મતદાન દરમિયાન હસીન જહાં પોતાની સાસરીમાં પહોંચી ગઈ.

Hasin Jahan

લોકસભા ચૂંટણી 2019 બીજા તબ્બકાની ચૂંટણીમાં હસીન જહાં પોતાની સાસરી અમરોહા પહોંચી હતી. તે ત્યાં વોટ કરવા માટે પહોંચી હતી. હસીન જહાંએ કહ્યું કે લોકોએ ડર્યા વિના વોટ કરવો જોઈએ. આ આપણું કર્તવ્ય છે.

આ પણ વાંચો: Video: 15 કિલો વજન ઘટાડીને મોહમ્મદ શમીની પત્ની મોડેલિંગમાં પાછી ફરી

બીજા તબક્કાના મતદાન દરમિયાન હસીન જહાં કલકત્તાથી સૈયદપુર અલીનગરમાં મતદાન કરવા પહોંચી હતી. તેમને વોટ નાખ્યા પછી પોતાના પતિ મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2019 માટે ગુડલક કહ્યું. તેમને કહ્યું કે ટીમ ઇન્ડિયા માટે શમી સારું પ્રદર્શન કરશે. તેમને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવાની શુભકામના આપી. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે વિવાદ થયો હતો. હસીન જહાંને મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, યૌન શોષણ સહીત બીજા ઘણા આરોપો લગાવ્યા હતા. તેમનો આ વિવાદ ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

આ પણ વાંચો: શમી સામે ચાર્જશીટ દાખલ થતા હસીન જહાંએ BCCI પર ઉઠાવ્યા સવાલ

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X