આંધ્રપ્રદેશમાં હિંસા, ટીડીપી અને વાયએસઆર નેતાની મૌત
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં મીરાપુરમ ગામમાં મતદાન દરમિયાન હિંસા થઇ જેમાં ટીડીપી નેતા સિદ્ધા ભાસ્કર અને વાયએસઆર કાર્યકર્તા પુલ્લા રેડ્ડીની મૌત થઇ ચુકી છે.
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં મીરાપુરમ ગામમાં મતદાન દરમિયાન હિંસા થઇ જેમાં ટીડીપી નેતા સિદ્ધા ભાસ્કર અને વાયએસઆર કાર્યકર્તા પુલ્લા રેડ્ડીની મૌત થઇ ચુકી છે. બંને પાર્ટીના નેતાઓ ઘ્વારા એકબીજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તદીપત્રી વિધાનસભા વિસ્તારમાં આ ગામમાં ટીડીપી અને વાયએસઆર કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરબાજી પછી ભારે હિંસા થઇ. બંને તરફથી પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા પર પથ્થરબાજી કરી રહ્યા હતા. ઘણા લોકો તેમાં ઘાયલ થયા છે.

આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાઓ પર ટીડીપી અને વાયએસઆર કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ જોતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે. આંધ્રપ્રદેશ વિધાનસભા અધ્યક્ષ કોડેલા શિવપ્રસાદ રાવ સહીત 10 લોકો હિંસામાં ઘાયલ થયાની ખબર છે. ગોરારેડ્ડી શ્રીનિવાસ રેડ્ડી, નરસાસોપેટ વિધાનસભાની મતવિસ્તારના વાયએસઆર ઉમેદવારએ આરોપ મૂક્યો છે કે તેમની કારે ગુન્ટુર જિલ્લાના યેલમંદા ગામમાં ટીડીપીના કાર્યકરો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્રીનિવાસ રેડ્ડી ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: Video: મહારાષ્ટ્રના જલગાંવમાં મંચ પર જ બથંબથ્થા આવી ગયા ભાજપ કાર્યકર્તા
આજે 17મી લોકસભા ચૂંટણી (એપ્રિલ 11) પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારો 91 બેઠકો પર પોતાના મતો આપી રહ્યા છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં 25 લોકસભા સીટો સાથે વિધાનસભા માટે પણ મતદાન થઇ રહ્યું છે. સામાન્ય ચૂંટણીઓ 11 મી એપ્રિલથી શરુ થાય છે અને 19 મેં દરમિયાન છેલ્લા તબક્કામાં પૂરું થાય છે. 23 મેં દરમિયાન વોટોની ગણતરી થઈને પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો: Video: જનસેના ઉમેદવારે ગુસ્સામાં આવીને ઈવીએમ પછાડ્યું, ધરપકડ












Click it and Unblock the Notifications
