Lok Sabha elections 2024: 'મને કેન્સર છે, નહિ કરી શકુ ચૂંટણી પ્રચાર', ભાજપ નેતા સુશીલ મોદીને થઈ ખતરનાક બિમારી
Sushil Kumar Modi: બિહારમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી ચૂંટણીમાં પ્રચાર કરી શકશે નહીં, જેની જાણકારી ખુદ સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરીને આપી છે. પોતાની તબિયત વિશૈ તેમણે કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં કોઈપણ રીતે ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે નહીં.
આ સાથે જ પૂર્વ રાજ્યસભા સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પોતાના સ્વાસ્થ્યને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે છેલ્લા 6 મહિનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યા છે. જેની માહિતી તેમણે પીએમ મોદી સાથે પણ શેર કરી છે.

સુશીલ કુમાર મોદીએ X પર પોસ્ટ કરીને પોતાની બીમારી વિશે જાણકારી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. પીએમને બધું જણાવી દીધું છે. દેશ, બિહાર અને પાર્ટીનો હંમેશા આભારી અને સદૈવ સમર્પિત."
સુશીલ મોદી બિહારની રાજનીતિ અને ભાજપનો મોટો ચહેરો છે. તેમણે 2005થી 2013 સુધી સતત બિહાર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીની જવાબદારી નિભાવી છે. ત્યારપછી જ્યારે નીતિશ કુમાર ફરી એકવાર NDAમાં પાછા ફર્યા તો તેઓ ફરીથી ડેપ્યુટી સીએમ બન્યા. તમને જણાવી દઈએ કે, સુશીલ મોદી પોતાના લગભગ 33 વર્ષના જાહેર જીવનમાં રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભા સહિત ચારેય ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે.
જો કે, હવે તેમણે પોતે જ ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની તેમની મજબૂરી લોકો સમક્ષ મૂકી છે. નોંધનીય છે કે આ વર્ષે તેમને પાર્ટી દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નથી. તેમણે કેન્સરની માહિતી સાર્વજનિક કરતા જ તેમના સમર્થકો અને શુભેચ્છકોએ ચિંતા વ્યક્ત કરી છે અને તેમના ઝડપી સ્વાસ્થ્યની કામના કરી છે.
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
— Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |












Click it and Unblock the Notifications
