Lok Sabha Electon : બીજેપીની 5મીં યાદી જાહેર, ગુજરાતની 6 સીટો પર જાણો કોને ટિકીટ મળી?
બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 5મીં યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કંગના રાણાવત સહિતના ઘણા નામ સામેલ છે.
બીજેપીની આ યાદીમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતને મંડીથી ટિકિટ આપવામાં આવી છે. આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ટિકિટ મળી છે.

વરુણ ગાંધીની ટિકીટ કપાઈ છે. તેમના સ્થાને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમની માતા મેનકા ગાંધીનું નામ પણ આ યાદીમાં છે. તે સુલતાનપુરથી ચૂંટણી લડશે.
પડદા પર રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ભાજપે મેરઠથી મેદાનમાં ઉતાર્યા છે. અહીંથી રાજેન્દ્ર અગ્રવાલની ટિકીટ કપાઈ છે.
ભાજપે રવિવારે સાંજે 111 સંસદીય મતવિસ્તારો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી. ભાજપે તેની પાંચમી યાદીમાં ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરીને નવા ચહેરાઓને તક આપી છે.
બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલાયા છે તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઇ છે.
BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 24, 2024
Nityanand Rai to contest from Ujiarpur.
Giriraj Singh from Begusarai.
Ravi Shankar Prasad from Patna Sahib.
Kangana Ranaut from Mandi.
Naveen Jindal from Kurukshetra.
Sita Soren from Dumka.
Jagadish… pic.twitter.com/xQOR2BDpA0
સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાની ટિકીટ કાપીને ચંદુ શિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાની ટિકીટ કાપીને ભરત સુતરિયાને અપાઈ છે.
ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. વડોદરા સીટ માટે રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીની ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરના સ્થાને શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે.












Click it and Unblock the Notifications
