Lok Sabha Polls 2024 Phase 3 Date: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં 7 મેએ મતદાન
Lok Sabha Polls 2024 Phase 3 Date: ચૂંટણી પંચની જાહેરાત મુજબ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. સામાન્ય ચૂંટણીના આ તબક્કામાં કુલ 12 રાજ્યો અને 94 મતવિસ્તારો ભાગ લેશે, જેના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.
18મી લોકસભા માટેની સામાન્ય ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાઈ રહી છે, જે 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ પૂર્ણ થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર, ત્યારબાદ 26 એપ્રિલે બીજા તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના 1351 ઉમેદવારો ચૂંટણી લડશે. આઠ ઉમેદવારો મધ્યપ્રદેશના 29-બેતુલ (ST) સંસદીય મતવિસ્તાર (PC)માં મુલતવી રાખવામાં આવેલી ચૂંટણી લડશે. ગુજરાતના સુરતમાંથી એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.
તમામ 12 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ સોમવાર હતી. ત્રીજા તબક્કામાં 95 મત વિસ્તાર માટે કુલ 2963 નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યા હતા. ફેઝ 3 માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. ચકાસણી બાદ 1563 નામાંકન માન્ય જણાયા હતા. ગુજરાતમાં 26 બેઠકોમાંથી 658 સાથે સૌથી વધુ નોમિનેશન છે. મહારાષ્ટ્રમાં 11 સીટમાંથી 519 નોમિનેશન છે.
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મે, 2024ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે.
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 266 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ 266 ઉમેદવારો પૈકી 247 પૂરૂષ ઉમેદવાર, 19 મહિલા ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્યભરમાંથી લોકસભા ચૂંટણીમાં 105 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, 22 એપ્રિલ સુધી 62 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો ચૂંટણી લડશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતુ કે, "ભારત 97 કરોડ મતદારો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને 10.5 લાખ મતદાન મથકો સાથે લોકસભા ચૂંટણી યોજાશે. દેશમાં લિંગ ગુણોત્તર 948 મહિલાઓ અને 1000 પુરૂષો છે. 12 રાજ્યોમાં લિંગ ગુણોત્તર 1000થી વધુ છે. 1.89 કરોડ નવા મતદારો જોડાયા છે, જેમાં 85.3 લાખ 18 વર્ષની વય જૂથની મહિલા મતદારો છે.












Click it and Unblock the Notifications
