Lok Sabha Security Breach : સંસદ સુરક્ષા ભંગની તપાસ માટે SIT ની રચના કરાઈ, એક આરોપીની તલાસ

સંસદ પર હુમલાની વરસીના દિવસે જ સંસદની સુરક્ષામાં મોટી ચુક સામે આવી છે. આ ચુકને લઈને હવે એજન્સીઓ સતર્ક થઈ છે અને સરકારે એસઆઈટીની રચના કરી છે.

લોકસભા મહાસચિવે લખેલા પત્રને લઈને ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તેમાં સભ્ય તરીકે છે.

Lok Sabha Security Breach

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સમિતિ તપાસ કરશે કે સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ અને સુરક્ષા ક્ષતિનું કારણ જાણ્યા પછી પગલાં લેશે. આ સિવાય સુરક્ષામાં સુધારો કરવા માટે સમિતિ વહેલી તકે પોતાનો રિપોર્ટ આપશે.

સમગ્ર મામલાને લઈને વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે.

બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી સદનમાં કુદ્યા અને ધુમાડો ફેલાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, હમાં શૂન્ય કલાક દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદ્યા અને તેમાંથી એક વ્યક્તિ ઝડપથી એક ટેબલ પરથી બીજા ટેબલ પર કૂદીને આગળ દોડી રહ્યો હતો. સુરક્ષાકર્મીઓ અને કેટલાક સાંસદોએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં બંને ઝડપાઈ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X