ગ્રાહકોને પોતાના ઘરે બોલાવી શકે છે સેક્સ વર્કર!

Posted By:
Subscribe to Oneindia News

23, ફેબ્રુઆરી, લંડન: લંડનની સેક્સ વર્કરે એક મોટી કાનૂની લડાઇ જીતી લીધી છે. લંડન પોલીસ વિરુદ્ધ કેસમાં સેક્સ વર્કરોની જીત થઇ છે. ઇસ્લેવર્થ ક્રાઇઉન કોર્ટે સેક્સ વર્કરના હકમાં નિર્ણય આપ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર હવે સેક્સ વર્કરો ગ્રાહકોને પોતાના ઘરે પણ બોલાવી શકે છે.

કોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ લંડનના સોહોમાં બે સેક્સ વર્કરોના ફ્લેટ ફરી ખોલી દેવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે સેક્સ વર્કરોના પોશ એપાર્ટમેન્ટમાં ગ્રાહકોને એટેન્ટ કરવા પર પાબંદી હતી.

prostitution
કોર્ટે પોલીસના આ પુરાવાઓને રદીયો આપી દીધો અને જણાવ્યું કે બ્રિવર સ્ટ્રીટ વિસ્તારના વોક અપ ફ્લેટ્સમાં કામ કરનાર મહિલાઓ રૂપિયા માટે વૈશ્યાવૃત્તિનો ધંધો ન્હોતી કરી રહી.

પોલીસે સેક્સ વર્કરના ફ્લેટ્સને ક્લોઝર નોટિસ આપી હતી. હેમરસ્મિથ મેજિસ્ટ્રેટ કોર્ટે ક્લોઝર આદેશોની ખરાઇ કરી હતી. કોર્ટે જણાવ્યું કે જો પોલીસ એ સાબિત કરી શકે છે કે રૂપિયા માટે વૈશ્યા વૃત્તિનો ધંધો ચાલી રહ્યો છે તો છ મહીના માટે પરિસરોને બંધ કરી શકો છો.

English summary
London's sex workers have won a legal challenge against a police decision that prohibited them from attending to clients in their residential apartments.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.