IPL સટ્ટામાં 30 લાખ હારનાર યુવાને પિતરાઇની અપહરણ બાદ હત્યા કરી

ipl-betting-murder
મુંબઇ, 15 મે : મુંબઇમાં વસતા ગુજરાતી પરિવાર પર આફત આવીને ઉભી છે. વી.પી.રોડ વિસ્તારમાં 13 વર્ષના આદિત્ય રાંકા નામના કિશોરનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અપહરણ કરનાર આદિત્યનો પિતરાઈ ભાઈ હિમાશું અને તેનો દોસ્ત વિગેશ હતા.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આરોપી હિમાંશુ આઈપીએલનાં સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો હતો. સટ્ટાનો દલાલ આરોપીઓ પર જલ્દી રૂપિયા આપવા દબાણ કરી રહ્યો હતો. જેથી આરોપીએ 13 મેના રોજ પોતાનાં જ કાકાનાં દિકરા આદિત્યનું અપહરણ કર્યુ અને 30 લાખ રૂપિયા ખંડણી પેટે માંગ્યા. અપહરણ કરાયેલ બાળકનાં પિતા હિરા વ્યવસાય સાથે જોડાયેલા છે.

ખંડણીનાં 30 લાખ રૂપિયા આપવામાં મોડું થયું હતું અને અપહ્યત કિશોર પોતાને ઓળળી જશે એવી બીકે આરોપીએ બાળકને મારી નાંખ્યો. બાળકની હત્યા કર્યા બાદ હિમાશું અને વિગેશે આદિત્યની લાશને સળગાવવાનો પ્રયત્ન કરી તેના મૃતદેહને પનવેલમાં છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ આ મામલે હિમાશું અને વિગેશની ધરપકડ કરી છે. બંનેએ પોતાનો ગુન્હો કબુલી લીધો છે.

હિમાંશું રાંકા એમબીએ ગ્રેજ્યુએટ છે. આ દરમિયાન આદિત્યના પિતાને આદિત્યના ચંપલ હિમાંશુંની એ કારમાંથી મળ્યા જે તેને તેના મિત્રએ આપી હતી. આદિત્યના પિતાએ આ બાબતની જાણ પોલીસને કરી હતી.

બંને મિત્રોએ ખૂબજ ઘાતકી અને ક્રુર રીતે આદિત્યની હત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વિગેશે સૌપ્રથમ આદિત્યના કાંડા કાપ્યા હતા. ત્યાર બાદ બંનેને જાણ થઇ કે આદિત્ય મર્યો નથી ત્યારે તેમણે પનવેલ જઇને તેને આગ ચાંપી સળગાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X