Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુપી: મથુરામાં પ્રેમી યુગલની ગોળી મારી હત્યા

ઉત્તરપ્રદેશ મથુરામાં રિફાઇનરી ચોકી વિસ્તારમાં અલગ અલગ જાતિના યુવક અને યુવતીની બુધવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ મથુરામાં રિફાઇનરી ચોકી વિસ્તારમાં અલગ અલગ જાતિના યુવક અને યુવતીની બુધવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બંનેની હત્યા પછી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. બંનેમાં પ્રેમ પ્રસંગ જણાવવામાં આવી રહ્યો છે. ઘટના વિશે સૂચના મળતા જ એસએસપી, એસપી સહીત ઘણી ચોકીની ફોર્સ જગ્યા પર પહોંચી ગયી. પોલીસે શવ કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

mathura

આખી ઘટના રિફાઇનરી ચોકી વિસ્તારના કદંબ વિહાર કોલોનીની છે. એક યુવક અને યુવતીની માથામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે નતથી રામની દીકરી બબીતા (20) બીએસસી પ્રથમ વર્ગની છાત્રા હતી અને પોલીસ સેવામાં જવા માટે કોચિંગ કરી રહી હતી. જયારે ભગવાન સિંહનો દીકરો દિનેશ (22) કોલોનીમાં લગભગ 5 વર્ષથી રહેતો હતો. દિનેશ આ સમયે બેંગ્લોરમાં એક પ્રાઇવેટ કંપની મા નોકરી કરતો હતો. યુવક અને યુવતી બંને અલગ અલગ જાતિના હતા.

જાણકારી મુજબ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. મંગળવારે દિનેશ પોતાના ઘરે આવ્યો હતો. દિનેશના આવવાની ખબર મળતા જ બબીતા તેને મળવા માટે પહોંચી હતી. બુધવારે સવારે લોહીથી ખરડાયેલા બંનેના શવ જમીન પર પડેલા મળ્યા. બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડબલ હત્યાકાંડ વિશે ખબર મળતા જ આખી કોલોનીમાં હડકંપ મચી ગયો. ઘટના સ્થળ પર એસએસપી પ્રભાકર ચૌધરી, એસપી સીટી શ્રવણ કુમાર સિંહ ચોકીની ફોર્સ સાથે પહોંચ્યા. ફોરેન્સિક ટીમ ઘ્વારા નમૂના લેવામાં આવી ચુક્યા છે અને પોલીસ આખી ઘટના અંગે તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X