For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીની માર, દિલ્હીમાં એલપીજી 59 રૂપિયા મોંઘુ, સબસિડાઈઝ સિલિન્ડર 2.89 રૂ મોંઘુ

પેટ્રોલ-ડીઝલના ભાવોથી પરેશાન સામાન્ય જનતા પર ડબલ માર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવો બાદ હવે રસોઈ ગેલ સિલિન્ડરના ભાવોમાં વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ-ડીઝલના ભાવોથી પરેશાન સામાન્ય જનતા પર ડબલ માર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવો બાદ હવે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો થયો છે. સિલિન્ડરનો ભાવ 59 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં 2.89 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને તેનો ભાવ વધારીને 502.4 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી ગયો છે. વળી, સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ ઓક્ટોબરમાં 59 રૂપિયા મોંઘો થઈ ગયો છે.

lpg

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો વધતા અને રૂપિયામાં થઈ રહેલા ઉતાર-ચડાવને પગલે રસોઈ ગેસના ભાવોમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ 2.89 રૂપિયા વધ્યો છે જેનુ મુખ્ય કારણ જીએસટી છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવઆ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ

સિલિન્ડરના ભાવોમાં વધારા અંગે ઈન્ડિયન ઓઈલે નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવો વધવા અને વિદેશી મુદ્રા વિનિમય દરમાં ઉતાર-ચડાવ આવવાથી ભાવોમાં વધારો થયો છે. હવે ઓક્ટોબરમાં ગ્રાહકોના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલિન્ડરના જમા થશે.

English summary
LPG Cylinder Price Hike by Rs 59 , subsidised Gas to Cost Rs 2.89 in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X