કોંગ્રેસની પહેલી યાદીમાં કૈફ, રવિ કિશન અન નીલકેણી
નવી દિલ્હી, 9 માર્ચઃ આખરે કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી શનિવારે જારી કરી દીધી. કોંગ્રેસ પોતાની પહેલી યાદીમાં 194 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના નામ સાથે દેશના ચર્ચિત ચહેરા સામેલ છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની ભત્રીજી કરુણા શુક્લને ઉત્તીસગઢના બિલાસપુરના ઉમેદવાર બનાવ્યા છે. કરુણા તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રીઓમાં સુશીલકુમાર શિંદે શોલાપુર, કમલનાત છિંદવાડા, મલ્લિકાર્જુન ખડગે ગુલબર્ગા, ગિરિજા વ્યાસ ચિત્તોડગઢ, જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્વાલિયર, આરપી એન સિંહ ઉત્તર પ્રદેશના કુશીનગર અને પરણીત કોર પટિયાલાથી ચૂંટણી લડશે.
યાદીમાં સામેલ અન્ય પ્રમુખ નામોમાં લોકસભા અધ્યક્ષ મીરા કુમાર બિહારના સાસારામથી, નવીન જિંદાલ હરિયાણાના કુરુક્ષેત્રથી, મુકુલ વાસનિક મહારાષ્ટ્રના રામટેકથી, વિલાસ મુત્તેવાર નાગપુર, મીનાક્ષી નટરાજન મધ્ય પ્રદેશના મંદસૌરથી અને અમિતા સિંહ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી. પ્રદીપ જૈન આદિત્ય ઝાંસી, જિતિન પ્રસાદ ધૌરહરા, પન્નાલાલ પુનિયા બારાબંકી અને સલમાન ખુર્શિદ ફરુખાબાદથી ચૂંટણી લડશે.
મોટા નામોમાં પૂર્વ કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલને કાનપુર, મોહમ્મદ મકસૂદ ખાનને ગાજીપુર અને સુધા રાયને બલિયાની ટીકીટ આપવામાં આવી છે. ફૈઝાબાદથી નિર્મલ ખત્રીને ઉમેદવાર બનાવવામાં આવ્યાછે. પ્રતાપગઢથી રત્ના સિંહ કોંગ્રેસના ઉમેદવાર હશે. જાલૌનથી વિજય ચૌધરી અને ઉન્નાવથી અનુ ટંડનને ટીકીટ મળી છે.












Click it and Unblock the Notifications
