For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં ગતિરોધ ખતમ, નિયમ-184 હેઠળ FDI પર થશે ચર્ચા

By Super
|
Google Oneindia Gujarati News

parliament
નવીદિલ્હી, 29 નવેમ્બર: લોકસભા અધ્યક્ષ મીરા કુમારે આજે નિયમ-184 હેઠળ એફડીઆઇ પર ચર્ચા કરવાની ભાજપની માંગનો સ્વિકાર કરતા આ મુદ્દે મંગળવાર અને બુધવારે ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભા અધ્યક્ષના આ નિર્ણય સાથે જ સંસદમાં એક અઠવાડિયા સુધી ચલાવવામાં આવતો ગતિરોધ ખતમ થયો છે. લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે અધ્યક્ષ મીરા કુમારનો આભાર માન્યો છે.

આ પહેલાં બુધવારે એફડીઆઇના મુદ્દે સંસદમાં જારી ગતિરોધને દૂર કરવા માટે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(સંપ્રગ) સરકાર મત વિભાજનની જોગવાઇવાળા નિયમ હેઠળ ચર્ચા કરવા તૈયાર થઇ ગઇ હતી, કયા નિયમ હેઠળ ચર્ચા કરવામાં આવે તેનો નિર્ણય લોકસભા અધ્યક્ષ મીરા કુમાર પર છોડી દીધો હતો. મીરા કુમારના નિર્ણય બાદ આશા રાખવામાં આવી છે કે સંભવતઃ મંગળવારે અથવા તો બુધવારે સંસદમાં એફડીઆઇ પર ચર્ચા થશે અથવા તો નિયમ 184 હેઠળ વોટિંગ.

સંપ્રગનાસહયોગી ડીએમકે જો કે, એફડીઆઇના વિરોધમાં છે, પરંતુ તેણે સ્પષ્ટ કરી દીધું છે કે વોટિંગ મામલે તે સરકારની સાથે છે. સપા ને બસપા પણ તેનો વિરોધ કરી રહ્યું છે પરંતુ વોટિંગ મામલે તેમનું વલણ સ્પષ્ટ થયું નથી. સૂત્રોનું કહેવું છેકે બન્ને પક્ષો વોટિંગમાં ભાગ નહીં લઇને અપ્રત્યક્ષ રીતે સરકારનો સહયોગ કરી શકે છે. સરકારને તૃણમૂલ કોંગ્રેસના એ નિર્ણયને પણ રાહત આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે ચર્ચા કયા નિયમ હેઠળ થાય તેની ચર્ચા પીઠાસીન અધિકારી કરે. જો કે, સરકારને તૃણમૂલનું સમર્થન મળવાને લઇને વિશ્વાસ નથી.

નોંધનીય છે કે જ્યારથી સંસદના હાલના સત્રનો આરંભ થયો છે ત્યારથી ભાજપ ડાબોડીઓ નિયમ 184 હેઠળ આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે, જેના કારણે સદનની કાર્યવાહી અત્યાર સુધી અટકી હતી. તૃણમૂલના એક સૂત્રએ જણાવ્યું કે વોટિંગ મામલે તૃણમૂલ પણ તેનાથી દૂર રહી શકે છે.

English summary
The deadlock in Lok Sabha ended on Thursday as Speaker Meira Kumar allowed a debate in the Lower House on FDI in multi brand retail under Rule 184 that entails voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X