ફેસબુક પર નવજાત શિશુની થઇ હરાજી

facebook
લુધિયાણા, 24 એપ્રિલ: ફરી એકવાર માનવતા અને સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. લુધિયાણામાં એક નાના પોતાના દોહિત્રના જન્મ બાદ માત્ર 45 હજારમાં તે હોસ્પિટલની નર્સને વેચી દિધો હતો જ્યાં તેના દોહિત્રનો જન્મ થયો હતો. લાલચી નર્સે નવજાતને પોતાની પાસે માત્ર દિવસ રાખીને બાળકોને ખરીદનાર એક ગેંગના માલિકને માત્ર 3 દિવસમાં વેચી દિધો હતો.

બાળકોને ખરીદનાર ગેંગે તો હેવાનિયતની બધી હદો પાર કરી દિધી હતી. તેમને બાળકના વધુ પૈસા મેળવવા માટે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર બાળકનો ફોટો લગાવી દિધો, જેના પર લોકોએ બોલી લગાવવાની શરૂ કરી દિધી. અંતે દિલ્હીના એક વેપારી સાથે ડીલ પાકી થઇ હતી. દિલ્હીના વેપારીએ બાળકોને વેચનાર ગેંગના દલાલ પાસેથી આઠ લાખ રૂપિયામાં ખરીદી લીધું.

આ વાતથી અજાણ નવજાત માએ પરેશાન થઇ પોતાના બાળકની શોધ માટે મીડિયાને જાણ કરી, આ કેસ હાઇલાઇટમાં આવ્યા બાદ પોલીસે આ મુદ્દે સક્રિય થઇ અને શોધખોળ બાદ આ કડવી સચ્ચાઇ સામે આવી. જો કે હાલમાં બાળકના નાનાની ધરપકડ કરવામાં આવી છે. બાળકીની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેસબુક પર બાળકને વેચવાનો કિસ્સો ભારતમાં પ્રથમ વખત સામે આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X