ધીમે ધીમે લાલ થઈ ગયો ચંદ્ર, જુઓ ચંદ્રગ્રહણના સુંદર ફોટા

27 જુલાઈ, 2018 ના રોજ આખી દુનિયાએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોયુ. રાતે 11.54 કલાકે ચંદ્રગ્રહણનો આરંભ થયો અને દેશ-દુનિયાના અલગ-અલગ ભાગોમાં આ ઐતિહાસિક નઝારો જોવા મળ્યો.

27 જુલાઈ, 2018 ના રોજ આખી દુનિયાએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોયુ. રાતે 11.54 કલાકે ચંદ્રગ્રહણનો આરંભ થયો અને દેશ-દુનિયાના અલગ-અલગ ભાગોમાં આ ઐતિહાસિક નઝારો જોવા મળ્યો. 21 મી સદીના સૌથી લાંબા ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રએ ધીમે ધીમે પોતાનો રંગ બદલ્યો. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે ચંદ્ર આખો લાલ થઈ ગયો. જુઓ ચંદ્રગ્રહણના સુંદર ફોટા.

સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ

સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ

ભારતમાં મોડી રાતે લગભગ 11.54 કલાકે ચંદ્રગ્રહણ શરૂ થયુ. ચંદ્રગ્રહણ દરમિયાન ચાંદ ધીમે ધીમે પોતાનો રંગ અને રૂપ બદલતો ગયો. શરૂઆતના એક કલાકમાં આંશિક ચંદ્રગ્રહણ રહ્યુ પરંતુ બાદમાં તેણે પૂર્ણ ચંદ્રગ્રહણનું રૂપ લઈ લીધુ.

દરેક પળે બદલાતુ ચંદ્રનુ રૂપ

દરેક પળે બદલાતુ ચંદ્રનુ રૂપ

દેશ દુનિયાના લોકોએ આ અદભૂત નઝારો જોયો. લોકો આકાશમાં ચંદ્રના બદલતા સ્વરૂપને જોતા રહ્યા. લોકોએ ચંદ્રને પોતાના કેમેરામાં કેદ કરી લીધો.

ચંદ્રમાંની ચમક થોડી ઝાંખી પડી

ચંદ્રમાંની ચમક થોડી ઝાંખી પડી

ગ્રહણ દરમિયાન ચંદ્રમાની ચમક થોડી ઝાંખી થાય છે. આ દરમિયાન ચંદ્રમાની ગોળ આકૃતિ ધીમે ધીમે લાલ પડતી દેખાય છે. પછી ધીમે ધીમે ચંદ્રમાની ગોળ આકૃતિ છૂપાવા લાગી. ભારતમાં લગભગ 1 વાગે પૂર્ણ ચંદ્રગ્રહણ શરૂ થયુ અને ચંદ્ર આખો લાલ થઈ ગયો.

ધીમે ધીમે લાલ થયો ચંદ્ર

ધીમે ધીમે લાલ થયો ચંદ્ર

દુનિયાભરના લોકોએ લગભગ 103 મિનિટ સુધી આ ખગોળીય ઘટનાને જોઈ. ચંદ્રમા પૃથ્વીની છાયાના મધ્યભાગમાં થઈને પસાર થઈ રહ્યો હતો. ધીમે ધીમે તેનો રંગ અને આકાર બદલી રહ્યો હતો.

પૂર્ણ ચંદ્રગ્રહણનો સુંદર નઝારો

પૂર્ણ ચંદ્રગ્રહણનો સુંદર નઝારો

સવારે લગભગ 03.49 કલાક બાદ ચંદ્ર પરનો લાલ રંગ ઉતરવા લાગ્યો અને પૂર્ણ ચંદ્રગ્રહણ ખતમ થવાની શરૂઆત થવા લાગી. 03.49 કલાકે ચંદ્રગ્રહણ ખતમ થઈ ગયુ.

ચંદ્રગ્રહણ બાદ ખુલ્યા મંદિરોના દ્વાર

ચંદ્રગ્રહણ બાદ ખુલ્યા મંદિરોના દ્વાર

ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરોને બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ ખતમ થયા બાદ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા. મંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ.

આસ્થાની ડૂબકી

આસ્થાની ડૂબકી

ચંદ્રગ્રહણ ખતમ થયા બાદ બનારસના ગંગા ઘાટ પર લોકોની ભીડ જમા થઈ ગઈ. વળી લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X