For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MeToo: એમ જે અકબરે કોર્ટમાં રમાનીના વકીલના સવાલો પર કહ્યુ, મને યાદ નથી

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ પ્રિયા રમાનીના વકીલના સવાલો પર એમ જે અકબરે વારંવાર એ જવાબ આપ્યો કે તેમને કંઈ યાદ નથી.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે શનિવારે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યુ. તેમણે પત્રકાર પ્રિયા રમાની સામે દાખલ કરેલ માનહાનિ કેસમાં દિલ્લીની એક કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવ્યા. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ પ્રિયા રમાનીના વકીલના સવાલો પર તેમણે વારંવાર એ જવાબ આપ્યો કે તેમને કંઈ યાદ નથી. પ્રિયા રમાનીના વકીલે ક્રોસ એક્ઝામિનેશન કરીને આ સવાલો પૂછ્યા. આ કેસની આગામી સુનાવણી 20મેના રોજ થશે.

આ પણ વાંચોઃ IPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટઆ પણ વાંચોઃ IPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ

એમ જે અકબરે આરોપોને ખોટા ગણાવ્યા

એમ જે અકબરે આરોપોને ખોટા ગણાવ્યા

એમ જે અકબર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ સામે હાજર થયા. તેમણે પોતાની સામે લાગેલા આરોપોને દૂર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક ગણાવ્યા. ગયા વર્ષે ઓક્ટોબરમાં રમાની ઉપરાંત ઘણી મહિલાઓએ પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર પર યૌન શોષણ અને દૂરાચારના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. ત્યારબાદ એમ જે અકબરે પ્રિયા રમાની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો.

મને કંઈ યાદ નથી

મને કંઈ યાદ નથી

રમાની તરફથી રજૂ થયેલ વકીલ રેબકા જૉન એમ જે અકબરને સવાલ પૂછ્યા. આ સવાલ રમાનીને ‘ધ એશિયન એજ'માં કામ કરવા સહિત ઘણી અન્ય વાતો વિશે હતા. અકબરે મોટાભાગના સવાલોના જવાબમાં કહ્યુ કે તેમને યાદ નથી. અદાલતમાં લગભગ બે કલાક સુધી સુનાવણી ચાલી. આ મામલે આગામી સુનાવણી 20 મેના રોજ થશે.

રમાનીએ દાખલ કરી હતી અરજી

રમાનીએ દાખલ કરી હતી અરજી

ગયા મહિને પ્રિયા રમાનીએ એમ જે અકબર દ્વારા દાખલ કરેલ કેસમાં પોતાના પર આરોપ હટાવવા માટે કોર્ટેમાં અરજી દાખલ કરી હતી. મી ટુ અભિયાન હેઠળ તેમણે આરોપ લગાવ્યો હતો કે 20 વર્ષ પહેલા અકબરે તેમનુ યૌન શોષણ કર્યુ હતુ. જો કે અકબરે પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કર્યો હતો. ગયા વર્ષે 17 ઓક્ટોબર 2018ના રોજ આ આરોપોના કારણે પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.

English summary
MeToo: M J Akbar says i dont remember during cross examination journalist Priya Raman lawyer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X