મધ્ય પ્રદેશઃ કમલનાથ સરકારનું સંકટ ટળ્યું, વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત
મધ્ય પ્રદેશઃ કમલનાથ સરકારનું સંકટ ટળ્યું, વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ ઘેરાયેલ કમલનાથ સરકાર માટે આ રાહતના સમાચાર છે. અગાઉ પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને સીએમ કમલનાથને કહ્યું હતું કે તેઓ 16 માર્ચ એટલે કે સોમવારે વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરે. પરંતુ વિધાનસભામાં રાજ્યપાલ લાલજી ટંડનના અભિભાષણ બાદ સદનની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

વિધાનસભાની કાર્યવાહી સ્થગિત
ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ કોરોનાવાઈરસને પગલે મધ્ય પ્રદેશની વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસી ધારાસભ્યોએ સદનની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ ભારે નારેબાજી કરી. જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય પણ નારેબાજી કરતા જોવા મળ્યા. વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે લોકતંત્રની હત્યા કરી.

કમલનાથ સરકારનું સંકટ ટળ્યું
અગાઉ વિધાનસભાની કાર્યવાહી શરૂ થયાના ઠીક પહેલા સીએમ કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને પત્ર લખ્યો હતો અને ભાજપ પર કોંગ્રેસના કેટલાય ધારાસભ્યનો બંધક બનાવવાનો આરોપ લાગ્યો હતો. સીએમ કમલનાથે રાજ્યપાલને પત્ર લખી કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટનું જસ્ટિફિકેશન એ સ્થિતિમાં જ છે જ્યારે તમામ ધારાસભ્ય દબાણમુક્ત થયા અને પ્રતિબંધોથી મુક્ત થાય. આવું ના થવા પર ફ્લોર ટેસ્ટ અલોકતાંત્રિક અને અસંવૈધાનિક હશે.

બંને તરફ નારેબાજી
સોમવારે તમામની નજર વિધાનસભાની કાર્યવાહી પર હતી. જેની શરૂઆત રાજ્યપાલના અભિભાષણથી થઈ. પોતાના અભિભાષણ દરમિયાન કહ્યું કે એમપીમાં સંવૈધાનિક મૂલ્યોની રક્ષા થાય. રાજ્યની સ્થિતિને જોતા તમામ પોતાનું દાયિત્વ નિભાવે અને મધ્ય પ્રદેશના ગૌરવની રક્ષા થાય. જણાવી દઈએ કે 22 ધારાસભ્યોના રાજીનામા બાદ પ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં ઘેરાઈ ગઈ છે. રાજ્યપાલે સીએમ કમલનાથને નિર્દેશ આપ્યો હતો કે આજે બહુમત પરીક્ષણ કરાવે પરંતુ હવે સદનની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરાયા બાદ આ મામલે રાજકારણ ગરમાવો પકડી શકે છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
