
ભાજપા નેતાએ મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા
ભોપાલના ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા પછી વિવાદ અટકી નથી રહ્યો. વધુ એક ભાજપા નેતાએ મહાત્મા ગાંધી માટે વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશ ભાજપા પ્રવક્તા અનિલ સૌમિત્ર ઘ્વારા સોશ્યિલ મીડિયા પર વિવાદિત પોસ્ટ લખવામાં આવી, જેમાં તેમને મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા છે. આપને જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાના ગોડસે વાળા નિવેદન પર ઘણો વિવાદ થયો હતો અને ભાજપને સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી દૂર રહેવું પડ્યું હતું. ભાજપે સાધ્વી પ્રજ્ઞાને તેના નિવેદન પર માફી માંગવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગોડસે પરના નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા પર ભડકી ગૌહર ખાન- ચૂંટણી તો તેમ છતાં...

રાષ્ટ્રપિતા છે, પરંતુ પાકિસ્તાનના
મધ્યપ્રદેશના ભાજપા પ્રવક્તા અનિલ સૌમિત્ર ઘ્વારા ફેસબૂક પર લખવામાં આવ્યું કે, 'રાષ્ટ્રપિતા છે, પરંતુ પાકિસ્તાનના, ભારતમાં તેમના જેવા કરોડો પુત્રો થયા, કેટલાક લાયક અને કેટલાક નાલાયક'. આ નિવેદન પછી એક ન્યુઝ સાથે વાતચીત કરતા અનિલ સૌમિત્ર ઘ્વારા જણાવવામાં આવ્યું કે વેસ્ટ ક્લચર હેઠળ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા બનાવવામાં આવ્યા. સનાતન ધર્મ અનુસાર ભારતનો કોઈ પિતા નહીં હોય શકે, પુત્ર હોય શકે છે.

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પછી રાજનીતિ ગરમાઈ
મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે એક વાર ફરીથી વિવાદિત નિવેદન આપીને રાજકીય ભૂકંપ ઉભો કરી દીધો છે. સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહીશે. પ્રજ્ઞાનું આ નિવેદન કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસેને પહેલા 'હિંદુ આતંકવાદી' ગણાવનાર નિવેદન આવ્યુ છે. તેમના આ નિવેદનની વિપક્ષી દળોએ ટીકા કરી છે.

કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો
કોંગ્રેસ તરફથી રણદીપ સિંહ સુરજેવાલાએ આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે 'ગોડસેના ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતા રાષ્ટ્રપિતાના હત્યારાને એક સાચા રાષ્ટ્રવાદીના રૂપમાં વર્ણિત કરી રહ્યા છે. જ્યારે દેશ માટે જાન આપનાર હેમંત કરકરે જેવા લોકોને દેશદ્રોહી ગણાવે છે. હવે સ્પષ્ટ છે, ભાજપાઈ ગોડસેના વંશજ છે. ભાજપાઈ ગોડસેને દેશભક્ત અને હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવે છે. હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન જ ભાજપાઈ ડીએનએ છે. મોદી-શાહની પસંદિત પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર ગાંધીજીના હત્યારામ નથુરામ ગોડસેને સાચો દેશભક્ત ગણાવી આખા દેશનું અપમાન કર્યું છે.'