ફક્ત સફળ સીએમ જ નહી રોમેંટિક પતિ પણ છે શિવરાજ સિંહ ચૌહાણ
ભોપાલ, 26 ડિસેમ્બર: એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના જ નહી પરંતુ દેશની લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. શિવરાજ સિંહ ચૌહાણ ફક્ત સખત અને ડિવોટડ રાજકારણી નથી પરંતુ તેમને તેમની ખુશમિજાની માટે પણ ઓળખવામાં આવે છે. ઉપરથી નરમ અને સાદગી પસંદ કરનાર શિવરાજ સિંહ ચૌહાણ ખૂબ શોખીન મિજાજ અને લોકોને સરપ્રાઇઝ આપવામાં માહિર છે.

તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું રાત્રે ભોપાલમાં જ્યાં તે પોતાની ધર્મપત્ની સાધના સિંહની સાથે જૂના ચોક બજારમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ ક્રાર્યક્રમને સંબોધિત કરતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ''ભોપાલ શહેરના જૂના ચોક બજારને હેરિટેજ બજારના રૂપમાં વિકસિત કરવામાં આવશે. ચોક બજાર ભોપાલની શાન, ઓળખ અને સુગંધ છે. ચોક બજારમાં પાર્કિંગની સમસ્યાને જોતાં હવે મલ્ટી પાર્કિંગ અને ઉદ્ધવદાસ મહેતા બગિયાને ઉપવનના રૂપમાં વિકસિત કરશે.
કાર્યક્રમ બાદ ભોપાલની ઠંડી હવાઓએ તેમના વિદ્યાર્થી મન અને કોલેજના દિવસોને જીવીત કરી દિધા અને એટલા માટે તે પોતાની પત્ની સાધાનાના હાથ પકડી ચોક બજારમાં ફરવા નિકળી ગયા અને ફરતાં-ફરતાં તે અગ્રવાલ ભંડારની તે દુકાન પર પહોંચી ગયા જ્યાં તે કોલેજમાં પુરી-શાક ખાતા હતા.
પત્ની સાથે ખાધી ચોકની દુકાન પર પુરી-શાક
બસ દુકાન પર પહોંચતાં જ તેમણે પોતાના અને પોતાની પત્ની માટે પુરી-શાક મંગાવ્યું અને સાથે બેસીને કોલેજના દિવસોને યાદ કરતાં પોતાની પત્ની સાથે પુરી-શાક ખાધું. મિસ્ટર અને મિસિઝ સીએમના આ અંદાજને જોઇને દરેક દિવાનું બની ગયું અને તેમના મોંઢામાંથી નિકળી ગયું રિયલી ફક્ત સફળ રાજકારણી જ નહી રોમેંટિક પતિ પણ છે શિવરાજ સિંહ ચૌહાણ.
શિવરાજ સિંહ ચૌહાણને એક સારા પતિ અને પિતા
આમ આ કોઇ પહેલો અવસર નથી જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ વિશે આવી વાતો કહેવામાં આવી રહી હોય. આ પહેલાં સાધાન સિંહે પણ ઘણા અવસરો પર કહ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણને એક સારા પતિ અને પિતા છે.












Click it and Unblock the Notifications
