For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના નેતાનું મોટું નિવેદનઃ મધ્ય પ્રદેશમાં હારશું તો શિવરાજ હશે જવાબદાર

મધ્ય પ્રદેશમાં હારશું તો શિવરાજ હશે જવાબદારઃ ભાજપના નેતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે થયેલ મતદાન બાદ રાજનૈતિક દળોમાં હવે પરિણામોને લઈને ઈંતેજાર બાકી રહ્યો છે. જો કે ચૂંટણી પહેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે જ્યારે સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા રઘુનંદન શર્માએ કહ્યું કે જો પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં હારે છે તો આના માટે શિવરાજ સિંહ ચૌહાણ જવાબાદર હશે.

ભાજપની હાર થાય તો શિવરાજ સિંહ જવાબદાર

ભાજપની હાર થાય તો શિવરાજ સિંહ જવાબદાર

રઘુનંદન શર્માનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચૂંટણી પરિણામ ઘોષિત થવામાં એક દિવસ બાકી હોય. રઘુનંદન શર્માએ કહ્યું કે જો 'માઈ કે લાલ' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત તો ભાજપની 10-15 સીટ આપોઆપ વધી જતી અને કોંગ્રેસ સાથે ખરાખરીના મુકાબલાના દિવસો ન આવત. ભાજપના નેતાએ કહ્યું કે જો ભાજપ હારે છે તો તેના માટે સીએમ શિવરાજ સિંહ જવાબદાર હશે.

જીતનો શ્રેય પણ શિવરાજને

જીતનો શ્રેય પણ શિવરાજને

મંદસૌરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણના આરક્ષણને લઈ આપવામાં આવેલ નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે 2016માં ભોપાલમાં એસસી-એસટી સરકારી કર્મચારીઓના સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણની ટિપ્પણીો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, 'કોઈ માઈ કા લાલ આરક્ષણ ખતમ નહિં કર શકતા હૈ.'

શિવરાજનું નિવેદન

શિવરાજનું નિવેદન

તેમણે કહ્યું કે જો મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થાય છે તો તેનો શ્રેય પણ શિવરાજ સિંહ ચૌહાણને જશે કેમ કે તેમણે રાજ્યના લોકો માટે ઘણઆં કામ કર્યાં છે પરંતુ જો પાર્ટીએ હારનો સામનો કરવો પડે છે તો તેના માટે પણ શિવરાજ સિંહ ચૌહાણ જ જવાબદાર હશે. જણાવી દઈએ કે 5 રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ 11 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે.

ચૂંટણી પછીની રણનીતિ બનાવવામાં જોડાયા અમિત શાહચૂંટણી પછીની રણનીતિ બનાવવામાં જોડાયા અમિત શાહ

English summary
madhya pradesh elections: bjp leader says, shivraj singh chouhan will be responsible for defeat in mp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X