2 મહિનામાં મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે 5 વખત લોન લીધી
2 મહિનામાં મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે 5 વખત લોન લીધી
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યાના હજુ ગણતરીના મહિના જ થયા છે અને તેટલામાં જ રાજ્ય સરકાર પર ભયંકર નાણાકીય સંકટ આવી ગયું છે. પરિણામસર મધ્ય પ્રદેશ સરકારે કરોડો રૂપિયાની લોન લેવી પડી રહી છે. સંકટનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે માત્ર 2 મહિનામાં જ એમપીની સરકારે 4 વખત લોન લેવી પડી છે. હવે પાંચમી વખત લોન લેવાની તૈયારી ચાલી રહી છે. શક્યતા છે કે મંગળવારે મધ્ય પ્રદેશ સરકાર પાંચમી વખત લોન લેશે.

આ વખતે કમલનાથ સરકારને એક હજાર કરોડ રૂપિયાની લોનની જરૂરત છે. આના માટે રાજ્ય સરકાર મંગળવારે સરકારી સ્ટૉક વેચીને બજારમાંથી આ લોન લેશે. આ નાણાકીય વર્ષમાં રાજ્ય સરકાર અત્યાર સુધીમાં 16 હજાર કરોડ રૂપિયાની લોન લઈ ચૂકી છે. મંગળવારે મળનાર લોનને ઉમેરીને કુલ 17 હજાર કરોડ રૂપિયા થઈ જશે. જણાવી દઈએ કે ફંડની કમી અને ખર્ચો વધવાથી સરકારે વારંવાર લોન લેવી પડી રહી છે. નાણાકીય પ્રબંધનમાં પણ સરકાર સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
કેન્દ્ર સરકારે પહેલા બે હજાર કરોડ રૂપિયા કેન્દ્રીય કરોમાં રાજ્યનો ભાગ ઓછો કર્યો હતો અને હવે ફરી એકવાર એટલા જ રૂપિયા કેન્દ્ર સરકાર ઓછા કરશે. આનાથી ખર્ચા માટે સરકારને પૈસા ભેગા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફંડ મેનેજમેન્ટ માટે જ સરકારે નિગમ-મંડળથી તેમના ખાતામાં જમા 2 હજાર કરોડ રૂપિયા સરકારના ખજાનામાં જમા કરવા માટે કહ્યું છે. બજારથી લેવામાં આવનાર લોન નાણાકીય નિયંત્રણ અને બજેટ પ્રબંધન અધિનિયમ અંતર્ગત જ લેવામાં આી રહ્યો છે. રાજ્ય સરકાર વિકાસ કાર્યોના નામ પર આ પૈસા ઉધાર લઈ રહી છે, જે દસ વર્ષમાં ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો- ટ્રમ્પ આપશે ભારતને મોટો ઝાટકો? GSP સુવિધા છીનવી શકે US, માલ વેચવો થશે મુશ્કેલ












Click it and Unblock the Notifications
