આજે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી શપથ લેશે, સામેલ થશે વિપક્ષના કેટલાય મોટા નેતા
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના સીએમ શપથ લેશે
નવી દિલ્હીઃ કોંગ્રેસ માટે સોમવારનો દિવસ અતિ મહત્વનો છે, કેમ કે ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને નવા સીએમ તરીકે રાજ્યપાલ શપથ લેવડાવશે. આ શપથ સમારોહમાં વિપક્ષ એકજુટ થઈ પોતાની તાકાત દેખાડશે. ત્રણેય મુખ્યમંત્રીઓના શપથ ગ્રહણનો સમય અલગ-અલગ રાખવામાં આવ્યો છે.

શપથ ગ્રહણ સમારોહનો સમય અલગ-અલગ
જણાવી દઈએ કે યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહનો સમય અલગ-અલગ રાખવામાં આ્યો છે, જેથી ત્રણેય કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓ આસાનીથી પહોંચી શકે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચન પાયલટ જયપુરના ઐતિહાસિક અલ્બર્ટ હૉલમાં સોવારે સવારે 10 વાગ્યે શપથ લેવડાવવામાં આવશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે.

મધ્ય પ્રદેશના સીએમ
જે બાદ કમલનાથ સોમવારે મધ્ય પ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેઓ એકલા શપથ લેવાના છે. તેમના મંત્રીમંડળનો વિસ્તાર બાદમાં કરવામાં આશે. પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં 1.30 વાગ્યે થનાર પદ અને ગોપનીયતાની શપથ લેવડાવવામાં આવશે. સમારોહ પહેલા સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવશે.

વિપક્ષના નેતાઓ હાજર રહેશે
કમલનાથના શપથ સમારોહમાં રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી, પોંડીચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામી, ડીએમકે ચીફ એમ.કે. સ્ટાલિન, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ, અખિલેશ યાદવ અને માયાવતી સહિત કેટલાય મોટા નેતા સામે થઈ શકે છે. જ્યારે છત્તસગઢમાં ભૂપેશ બઘેલ સાંજે 4.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેશ બઘેલ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
