For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પટનામાં આયોજીત પ્રેસ કૉન્ફરન્સમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલા, શક્તિસિંહ ગોહિલ સહિત મહાગઠબંધનના અન્ય નેતાઓએ ચૂંટણી ઢંઢેરો 'પ્રણ અમારો, સંકલ્પ બદલાવનો' જારી કર્યો. આ દરમિયાન તેજસ્વી યાદવે રાજ્યની નીતિશ સરકાર પર પણ હુમલો કર્યો. તેજસ્વી યાદવે કહ્યુ કે નીતિશ કુમાર છેલ્લા 15 વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રી છે પરંતુ આજ સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નથી.

bihar

ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેજસ્વી યાદવે કહ્યુ, 'બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે. છેલ્લા 15 વર્ષથી નીતિશ કુમાર બિહારમાં સરકાર ચલાવી રહ્યા છે પરંતુ આજ સુધી આપણા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નથી. વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી આવીને વાતચીત નહિ કરે. અમે વચન આપીએ છીએ કે કેબિનેટના પહેલા નિર્ણયમાં જ બિહારમાં યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત બિહારમાં અમારી સરકાર બન્યા બાદ અમે રાજ્યને વિશેષ દરજ્જો અપાવીશુ.'

'આ ચૂંટણી નવી દિશા વિરુદ્ધ દૂર્દશાની ચૂંટણી છે'

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આ દરમિયાન કહ્યુ, 'આ ચૂંટણી નવી દિશા વિરુદ્ધ દૂર્દશાની ચૂંટણી છે. આ ચૂંટણી નવો રસ્તો અને નવુ આકાશ વિરુદ્ધ હિંદુ-મુસલમાનની ચૂંટણી છે. આ ચૂંટણી નવા તેજ વિરુદ્ધ નિષ્ફળ અનુભવની ચૂંટણી છે, આ ચૂંટણી ખુદ્દારી અને વિકાસ વિરુદ્ધ ભાગલા અને નફરતની ચૂંટણી છે. જો અમે તેજસ્વી યાદવના નેતૃત્વમાં બિહારમાં સરકાર બનાવીએ તો સૌથી પહેલા અમે વિધાનસભા સત્ર બોલાવીને કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને ખતમ કરવા માટે બિલ પાસ કરીશુ.'

'ભારતમાં કોરોના ટેસ્ટીંગ બહુ જ ઓછુ, 10 ગણુ વધારવાની જરૂર''ભારતમાં કોરોના ટેસ્ટીંગ બહુ જ ઓછુ, 10 ગણુ વધારવાની જરૂર'

English summary
Mahagathbandhan release Manifesto for Bihar Assembly Elections 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X