For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Narendra Giri: ફાંસી લાગવાથી થયુ હતુ મહંત નરેન્દ્ર ગિરીનુ મોત, પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહંત નરેન્દ્ર ગિરીના મોતનુ કારણ ફાંસી લાગવાનુ જણાવવામાં આવ્યુ છે. ગળાની ચાર તરફ એક નિશાન જોવા મળ્યુ. કોઈ એન્ટી મૉર્ટમ ઈન્જરી નથી. 'ફાંસીના કારણે દમ ઘૂટવો'ને પ્રથમ દ્રષ્ટિએ મોતનુ કારણ બતાવવામાં આવ્યુ છે. વિસરા સુરક્ષિત રાખી લેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે મહંત નરેન્દ્ર ગિરીના પોસ્ટમૉર્ટમમાં પાંચ ડૉક્ટરોની પેનલ બનાવવામાં આવી છે. આમાં મુખ્ય ચિકિત્સાઅધિકારી તરફથી ત્રણ ડૉક્ટરો ઉપરાંત બે ડૉક્ટર મોતીલાલ નહેરુ મેડિકલ કૉલેજના છે. એક ફૉરેન્સિક એક્સપર્ટને પણ શામેલ કરવામાં આવ્યા છે.

narendra giri

બાઘંબરી ગાદી મઠમાં મૃત મળ્યા હતા મહંત નરેન્દ્ર ગિરી

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી 20 સપ્ટેમ્બર(સોમવાર) બાઘંબરી ગાદી મઠમાં પોતાના રૂમમાં મૃત મળી આવ્યા હતા. પોલિસે જણાવ્યુ હતુ કે મહંત નરેન્દ્ર ગિરીનુ શબ પંખાની રસ્સીથી લટકતુ જોવા મળ્યુ હતુ. પોલિસે મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી આઠ પાનાંની એક સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં નરેન્દ્ર ગિરીએ પોતાના શિષ્ય આનંદ ગિરી સાથે નારાજગીની વાત લખી છે. પોલિસના જણાવ્યા મુજબ નરેન્દ્ર ગિરીએ સુસાઈડ નોટમાં આત્મહત્યાની વાત લખી છે અને વસિયતનામુ પણ લખ્યુ છે.

મહંત નરેન્દ્ર ગિરીની સુસાઈડ નોટમાં આનંદ ગિરી ઉપરાંત આદ્યા તિવારી અને સંદીપ તિવારીનો પણ ઉલ્લેખ છે. આદ્યા તિવારી હનુમાનજી મંદિરના વરિષ્ઠ પૂજારી છે જ્યારે સંદીપ તિવારી તેમના દીકરા છે. એસઆઈટીએ આનંદ ગિરી અને આદ્યા તિવારીની પૂછપરછ કરી છે. આનંદ ગિરીએ કોઈ વીડિયો બનાવવવાની વાતનો ઈનકાર કર્યો છે. એસઆઈટી હજુ પણ પૂછપરછ કરી રહી છે. સાંજે ચાર વાગે કોર્ટમાં બંને આરોપીઓને હાજર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મહંત નરેન્દ્ર ગિરીની અંતિમ યાત્રા મઠ બાઘંબરી ગાદીથી નીકળીને સંગમ માટે રવના થઈ ગઈ છે. સંગમમાં ત્રિવેણીના જળથી નરેન્દ્ર ગિરીના વિધિ-વિધાનથી સ્નાન કર્યા બાદ મોટા હનુમાન મંદિર લાવવામાં આવશે. પછી બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરીને સંત-પરંપરા મુજબ ભૂ-સમાધિ આપવામાં આવશે.

English summary
Mahant Narendra Giri postmortem report hints extreme step
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X