Maharashtra: યવતમાલ પુરમાં ફસાયેલા 40 લોકોનુ વાયુસેનાએ કર્યું રેસક્યુ, ઓરેન્જ એલર્ટ જાહેર
મહારાષ્ટ્રમાં ચાલુ ચોમાસાના વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. યવતમાલ જિલ્લામાં અવિરત વરસાદ બાદ અનેક લોકો પૂરમાં ફસાયા હોવાના સમાચાર છે, જેમના માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વરસાદને કારણે યવતમાળના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ લોકોના ઘરમાં ઘુસી ગયો છે. બીજી તરફ પુષ્પાવતી નદીના જળસ્તરમાં વધારો થતાં આનંદ નગર ગામમાં અનેક લોકો ફસાયા છે, તેમને બચાવવા માટે એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પહેલા મહારાષ્ટ્રના રાયગઢના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 26 થઈ ગયો છે, જ્યારે 82 લોકો હજુ પણ લાપતા છે. જ્યાં NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.
અહીં, યવતમાલના કલેક્ટર અમોલ યેગેએ કહ્યું કે જિલ્લાના મહાગાંવમાં ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે. હવામાન સુધર્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. યવતમાલ જિલ્લામાં ઘરની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. SDRF દ્વારા 5 અલગ-અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે.
#WATCH | Maharashtra: Rescue operation underway in Yavatmal by Indian Air Force as several people are stranded in Anand Nagar village due to a flood in the area following incessant rain. pic.twitter.com/e0l2fbKdc1
— ANI (@ANI) July 22, 2023
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સના Mi-17 હેલિકોપ્ટરને બોલાવવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમો પાંચ જગ્યાએ તૈનાત છે. નાગપુરના ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે માહિતી આપી હતી કે જિલ્લા વહીવટીતંત્રની માંગના આધારે, યુવતમાલ જિલ્લામાં પૂરના કારણે ફસાયેલા 40 લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી એક Mi-17 V5 હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવી રહ્યું છે.
Maharashtra | IMD issues 'orange' alert for heavy to very heavy rainfall at isolated places for Palghar, Thane, Raigad, Ratnagiri, and Sindhudurg districts for tomorrow. pic.twitter.com/TQMf1jj4sI
— ANI (@ANI) July 22, 2023
બીજી તરફ હવામાન વિભાગે રવિવાર માટે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો









Click it and Unblock the Notifications
