મુંબઈની લોકલ ટ્રેન ઉડાવી દેવાની અલકાયદાની ધમકી
મહારાષ્ટ્રની શાન મુંબઈની લોકલ ટ્રેન હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહી છે. શુક્રવારની સવારે આતંકવાદી સંગઠને મુંબઈની લાઈફલાઈન લોકલને ધમાકામાં ઉડાવી દેવાની ધમકી આપી છે.
મહારાષ્ટ્રની શાન મુંબઈની લોકલ ટ્રેન હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહી છે. શુક્રવારની સવારે આતંકવાદી સંગઠને મુંબઈની લાઈફલાઈન લોકલને ધમાકામાં ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સંદેશ મળતા જ પોલિસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. લોકલ ઉડાવવાની ધમકી આતંકી સંગઠને મેલ દ્વારા આપી છે.

મળતી માહિતી અનુસાર એક કુખ્યાત આતંકી સંગઠને મુંબઈ લોકલ ટ્રેનને ધમાકામાં ઉડાવી દેવાની ધમકી એક ઈમેલ દ્વારા આપી છે. આ ઈમેલ અલકાયદા નામના આતંકી સંગઠને પશ્ચિમ રેલવે વિભાગમાં વરિષ્ઠ સ્તરે મોકલ્યો છે. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ કડીમાં પશ્ચિમ રેલવે માર્ગને વધુ સુરક્ષિત રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોલિસે રેલવે પોલિસને પણ વધુ સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. આ મામલે હજુ વધુ જાણકારી મળી નથી.












Click it and Unblock the Notifications
