Maharashtra Assembly election 2024: વિજયાદશમી પહેલા મહાવિકાસ અઘાડી કરશે મોટી જાહેરાત, નામા પટોલાએ કહીં આ વાત

Maharashtra Assembly election 2024: ભારતીય ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. આ ચૂંટણી જાહેર થતા પહેલા તમામ પાર્ટી રણનીતિ તૈયાર કરી રહી છે. હાલ રાજકીય પક્ષો ગઠબંધન અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છે.

આ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા પર રહેલા મહા અઘાડી ગઠબંધન (MVA)માં સીટોની વહેંચણી અંગે ચર્ચા અને બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હજુ સુધી બેઠકોની વહેંચણી અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

નોંધનીય છે કે, બેઠકોની વહેંચણી અંગે કોંગ્રેસે જણાવ્યું છે કે, વિજયાદશમી પહેલા 150 સીટો પર સીટોની વહેંચણી અંગે વાત થઈ શકે છે.

આવા સમયે, આ બેઠકો માટેના ઉમેદવારોની પણ દશેરા પહેલા જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Maharashtra Assembly election 2024

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે ઉમેદવારોની શક્તિ અને નબળાઈઓ અનુસાર 150 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરીશું.

આ દરમિયાન બેઠકમાં હાજરી આપનાર મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ જણાવ્યું હતું કે, MVA ગઠબંધન મજબૂત લડત આપશે. બેઠકો વધુ કે ઓછી હોઈ શકે છે. ધર્મના નામે લોકોને વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે 12 બેઠકો માંગીએ છીએ.

બેઠકમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે, પાર્ટીમાં કોઈ અણબનાવ નથી અને બેઠકોની વહેંચણી પર સારી ચર્ચા થઈ રહી છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુંબઈના દાદરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપ માત્ર શાસન કરવા માટે નહીં પરંતુ તેની વિચારધારાને આગળ વધારવા માટે સત્તા ઈચ્છે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકારની રચના અનિવાર્ય છે. મહારાષ્ટ્રમાં મહાયુતિને ચૂંટણી જીતતા કોઈ રોકી શકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X