Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ક્યારે? જાણો શું કહ્યું ઈલેક્શન કમિશને?
Maharashtra Assembly Election 2024 : જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં બીજેપીની સ્થિતીને જોતા અપેક્ષા હતી તે મુજબ ઇલેક્શન કમિશને જાહેરાત કરી નથી. હવે ઈલેક્શન કમિશને તહેવારોને કારણરૂપ ગણાવ્યા છે.

અપેક્ષા હતી કે ચૂંટણી પંચ કાશ્મીર અને હરિયાણા સાથે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે ચૂંટણીની તારીખો જાહેર કરે. જો કે એવું થયું નહીં.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ઘણા તહેવારો પણ આવવાના છે. જેમાં ગણેશ ચતુર્થી, પિતૃ પક્ષ, નવરાત્રી, દશેરા-દિવાળી પડશે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી.
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, છેલ્લી વખત 2019માં મહારાષ્ટ્ર અને હરિયાણામાં એકસાથે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, તે સમયે જમ્મુ અને કાશ્મીર કોઈ પરિબળ નહોતું. તેમણે કહ્યું કે આ વર્ષે હાલમાં 4 ચૂંટણી છે અને તેના પછી તરત જ પાંચમી ચૂંટણી છે.
આની શરૂઆત જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીથી થવાની છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સુરક્ષા દળોની જરૂરિયાતના આધારે અમે એકસાથે બે ચૂંટણીઓ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બીજું પરિબળ એ છે કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે અને હવે ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
