For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં 700થી વધુ ઉમેદવારો પર આપરાધિક કેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 15 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ પર પોતાની કિસ્મત અજમાવવા ઉતરેલા ઉમેદવારોમાં ઘણા પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે. એક જાણકારી અનુસાર મહારાષ્ટ્રમાં લગભગ ચાર હજાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે તેમાંથી 700થી વધુ ઉમેદવાર પર ક્રિમીનલ કેસ ચાલી રહ્યાં છે અથવા કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: Live: ઓછું મતદાન હોવા છતાં, ઉદ્ધવને જીતની આશા

વર્ષોથી તમામ રાજકીય પક્ષો રાજકારણની ક્રિમિનલ છબિને સાફ કરવા માટે દાવા કરતી આવી છે પરંતુ આ આંકડાથી આ બધા દાવા ખોટા અને ખોખલા સાબિત થઇ રહ્યાં છે.

પાંચસો પર ગંભીર કેસ
કુલ ઉમેદવારોમાંથી પાંચસો ઉમેદવારો પર ગંભીર પ્રકારના આપરાધિક કેસ દાખલ છે. આશ્વર્યજનક વાત તો એ છે કે રાજકારણમાં ક્રાઇમની ઘુસપેઠની વાત કરનાર પાર્ટીઓના રાજનેતા આના પર ચૂપ રહ્યાં. એટલું જ નહી ક્રિમિનલ છબિવાળા નેતાઓને ટિકિટો વહેંચવામાં આવી.

શિવસેના પ્રથમ નંબર પર
ઇન્ડિયા ટૂડેના રિપોર્ટનું માનીએ તો ક્રિમિનિલ કેસવાળા ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખવામાં શિવસેના પ્રથમ નંબર પર છે. પછી ભાજપનો નંબર આવે છે. શિવસેનાએ 65 ટકા ક્રિમિનલ છબિવાળા ઉમેદવાર ઉભા રાખ્યા છે તો ભાજપે 55-60 ટકા ઉમેદવારો ઉભા રાખ્યા છે જેમના પર ક્રિમિનલ કેસ છે. તો બીજી તરફ આ બંને પાર્ટીઓ બાદ કોંગ્રેસ, એનસીપી પાર્ટીએ ક્રિમિનલ પૃષ્ઠભૂમિવાળા ઘણા ઉમેદવારો ઉભા રાખ્યા છે.

mohit

કરોડપતિ ઉમેદવાર
બીજી તરફ ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં આ વખતે એક હજારથી વધુ ઉમેદવાર એવા છે જે કરોડપતિ છે. કરોડપતિ ઉમેદવારોની કુલ સંપત્તિનું અનુમાન કરોડોમાં છે.
English summary
Maharashtra assembly election: More than 700 candidates have criminal charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X