મહારાષ્ટ્રમાં ભાજપના મંત્રી બોલ્યા- ફરીથી ચૂંટણી લડવા માટે તૈયાર
મહારાષ્ટ્રમાં ભાજપના મંત્રી બોલ્યા- ફરીથી ચૂંટણી લડવા માટે તૈયાર
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેના વચ્ચે ભાજપની ગૂંચવણ એ હદે વધી ગઈ છે કે હવે સત્તાધારી દળ તરફથી ફરી ચૂંટણી લડવાની વાત કહેવામાં આવી રહી છે. શિવસેનાના વલણથી પરેશાન મહારાષ્ટ્ર ભાજપના નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી જય કુમાર રાવલે ત્યાં સુધી કહી દીધું છે કે પાર્ટીના કાર્યકર્તા અને નેતા શિવસેનાના વલણથી બહુ નારાજ છીએ અને તેઓ ફરીથી ચૂંટણી મેદાનમાં જવા માટે તૈયાર છે. તેમણે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના કાર્યકર્તાઓનો હવાલો આપતા દાવો કર્યો કે આખા મહારાષ્ટ્રમાં પાર્ટીની અંદર આ મામહોલ છે અને લોકો શિવસેનાની હરકતોથી ઘણા ગુસ્સામાં છે.

ફરી ચૂંટણી લડવા માટે ભાજપ તૈયાર
દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી જય કુમાર રાવલે રવિવારે મહારાષ્ટ્રના ધલેમાં મીડિયાવાળાઓ સાથે વાતચીત દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓની નારાજગી કંઈક આ રીતે જાહેર કરી છે, "ભાજપ કાર્યકર્તાઓ નારાજ છે કે પહેલા તો શિસેના ગઠબંધનમાં લડ્યા અને બાદમાં પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું અને હવે અમને બ્લેકમેલ કરવા શરૂ કરી દીધા છે. જો આવું હોય તો અમે ફરીથી ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. જનતા પીએમ મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના કામની સાથે છે." મહારાષ્ટ્ર સરકારમાં રાવલ ખાદ્ય અને દવા, પર્યટન વિકાસ અને પ્રોટોકોલ પ્રધાન છે. ભાજપના નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દળોાં ચૂંટણી બાદ રાજનીતિ બહુ તણાવપૂર્ણ થઈ ચૂકી છે. શિવસેના કેબિનેટમાં બરાબરીની ભાગીદારી અને અઢી વર્ષ માટે સીએમની ખુરશીમાં ભાગીદારીને લઈ જીદ પર અડ્યા છે.

આખા મહારાષ્ટ્રમાં આવી જ ભાવના- ભાજપના મહામંત્રી
જણાવી દઈએ કે રાવલે ધુલેમાં પાર્ટીના લોકો સાથે એક રિવ્યૂ મીટિંગ કરી, જે બાદ કાર્યકર્તાઓની પ્રતિક્રિયા સાંભળ્યા બાદ તેમણે મીડિયાવાળાઓને તેમની ભાવનાથી આવગત કરાવ્યા. તેમણે કહ્યું કે, "આજે ભાજપી નેતાઓ અને કાર્યકર્તાઓએ મારી સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગઠબંધનને કારણે જ તેમને મોકો મળ્યો નથી અને કહ્યું કે જો ફરીથી શિવસેનાને મોકો આપવામાં આવે તો ફરીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે." તેમણે એમ પણ કહ્યું કે, "અમને લાગે છે કે અમે અહીંની તમામ પાંચેય સીટ જીતી શકીએ છીએ. કાર્યકર્તાઓ ગુસ્સામાં છે અને આ ભાવના આખા મહારાષ્ટ્રમાં છે."

8 નવેમ્બરે કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે
મહારાષ્ટ્ર સરકારનો હાલનો કાર્યકાળ 8 નેમ્બરે ખતમ થઈ રહ્યો છે. એવામાં બંને દળોએ તેનાથી પહેલા જ કોઈ હલ શોધવાનો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે પણ ડીલની કોશિશમાં છે. આ મામલે એનસીપી નેતા શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ ળી રહ્યાં છે. રાજ્યના અન્ય એક મંત્રી સુધીર મુંગંટીવાર પહેલા જ કહી ચૂક્યા છે કે જો 7 નવેમ્બર સધી નવી સરકારની રચના નથી થતી તો રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી શકે છે. ભાજપ અત્યારે 288 ધારાસભ્યોવાળા સદનમાં 105 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. પરંતુ તેની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી 56 સીટ જીતનાર શિવસેના સરકારમાં સામેલ થવા માટે 50-50 ફોર્મ્યુલાને લઈ જીદ પર ઉતરી છે.












Click it and Unblock the Notifications
