For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્રના ઇશારા પર ચાલશે દેવેન્દ્રનું 'મિશન બાળ ઠાકરે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અજય મોહન] નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનતાં જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંપન્ન થઇ ગઇ. હવે શરૂ થશે 'મિશન બાળ ઠાકરે'. આ મિશન આગામી પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રના દરેક શહેર, ગામ, કસ્બા અને બ્લોક સુધી ચલાવવામાં આવશે. આ મિશનના માસ્ટર માઇન્ડ હશે મોદી. જી હાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આશ્વર્ય પામશો કે હસસો નહી કારણ કે અમે અહીં કોઇ પોલિટિક સટાયર નહી, પરંતુ તે ચૂંટણી રણનીતિથી પરિચિત કરાવવા જઇ રહ્યાં છીએ, જેને સફળ થતાં આગામી સમયમાં મુલાયમ સિંહ યાદવ અને માયાવતીના પગ નીચેથી જમીન ખસી જશે.

શું છે મિશન બાળ ઠાકરે
મિશન બાળ ઠાકરે ભારતીય જનતા પાર્ટીની નવી સરકારનું તે મિશન છે, જેના અંતગર્ત ભાજપ સ્વગીય બાળ ઠાકરેને શિવસેનાને છિનવી લેશે. સરકાર તમામ સરકારી યોજનાઓને બાળ ઠાકરેના નામથી ચલાવવામાં આવશે. તેમાં કોઇ શક નથી કે બાળા સાહેબ આજે પણ લાખો મરાઠીઓના દિલમાં વસે છે.

તેમની યાદોને જીવંત રાખવા માટે દેવેન્દ્ર ફડણવીસની નવી સરકાર જલદી જ મહારાષ્ટ્રમાં બાળ ઠાકરે જળ યોજના, બાળ ઠાકરે રૂરલ ડેવલોપમેન્ટ સ્કીમ, બાળ ઠાકરે ઉદ્યમિતા વિકાસ યોજના, વગેરે જેવી યોજનાઓ ટૂંક સમયમાં શરૂ થશે, અથવ પછી વર્તમાન યોજનાઓને અપગ્રેડ કરીને બાળા સાહેબના નામથી રિલોંચ કરવામાં આવશે.

મિશન બાળ ઠાકરે સાથે જોડાયેલી પાંચ મહત્વપૂર્ણ વાતો સ્લાઇડરમાં-

આમ કેમ કરશે ફડણવીસ

આમ કેમ કરશે ફડણવીસ

ફડણવીસનો હેતુ શિવસેનામાંથી બાળ ઠાકરેને છીનવી લેવાનો હશે. આ વખતે બહુમત લાવવા માટે ભાજપ પાસે 23 સીટોની ઘટ પડી ગઇ. જેના લીધે શિવસેના તથા અન્ય નાના પક્ષો તથા અપક્ષોનું મોઢું જોવું પડી રહ્યું છે. મિશન બાળ ઠાકરેના માધ્યમથી ભાજપ પાંચ વર્ષ બાદની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેશે.

મિશન એક ફાયદા અનેક

મિશન એક ફાયદા અનેક

બીજું સૌથી મોટું કારણ એ છે કે વિધાનસભામાં કોઇપણ ખરડાને પાસ કરાવા માટે ભાજપને વધુમાં વધુ મતોની જરૂરિયાત પડશે. એવામાં જો બાળા સાહેબને ઉચ્ચ સ્તરનું સન્માન આપવામાં આવ્યું તો શિવસેના ખુશી-ખુશી ભાજપના ધારાસભ્યો પોતાનો વોટ આપશે.

ઓછો થશે શિવસેનાનો જનાધાર

ઓછો થશે શિવસેનાનો જનાધાર

આ મિશનના અંતગર્ત શિવસેનાનો જનાધાર ઓછો થઇ જશે. એવામાં ઉદ્ધવ ઠાકરેને મજબૂરીપૂર્વક ભાજપ નેતાઓની સાથે મધુર સંબંધ સ્થાપિત કરવા પડશે.

કશું નહી કરી શકે ઉદ્ધવ

કશું નહી કરી શકે ઉદ્ધવ

'મિશન બાળ ઠાકરે' ઉદ્ધવ ઠાકરે માટે તે પકવાન સામે હશે, જે ખાઇ પણ ન શકાય અને ના તો તે ના પાડી શકે. કારણ કે જે ઉદ્ધવે આવી યોજનાઓનો વિરોધ કર્યો, તો તેમની જ પાર્ટીની છબિ ધૂળમાં મળી જશે.

નરેન્દ્ર કેવી બન્યા તેના માસ્ટર માઇન્ડ

નરેન્દ્ર કેવી બન્યા તેના માસ્ટર માઇન્ડ

નરેન્દ્ર મોદીના આવતાં જ કોંગ્રેસ પાસેથી નહેરુંને છિનવી લીધા. નરેન્દ્ર મોદીએ નહેરુંની 125મી જયંતિ વૃહદં સ્તર પર મનાવવાનો નિર્ણય કરી, એવો અહેસાસ કરાવી દિધો કે નહેરુ ફક્ત કોંગ્રેસની સંપત્તિ નહી. તેના પર દરેક ભારતીયનો અધિકાર છે. હકિકતમાં આના આધાર પર દેવેન્દ્ર પણ શિવસેના પાસેથી બાળા સાહેબને છિનવી લેશે.

મુલાયમને કઇ વાતનો ડર

મુલાયમને કઇ વાતનો ડર

મુલાયમ સિંહ યાદવને એ વાતનો ડર છે કે જો કેન્દ્રમાં ભાજપ સરકારે ડૉ. રામ મનોહર લોહિયાના નામથી યોજનાઓ લાવવાનું શરૂ કરી દિધી, તો સપાનું રાજકારણ ખતરમાં પડી જશે. ભાજપ આમ કરી પણ શકે છે, કારણ કે ભાજપનું મિશન 2017 શરૂ થઇ ગયું છે.

English summary
Newly elected chief minister of Maharashtra Devendra Fadnavis will very soon snatch Marathi icon Bal Thackeray from Uddhav's Shiv Sena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X