મહારાષ્ટ્ર: પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ 'માનિકે મગે હિથે'નું હિન્દી વર્ઝન ગાયુ
શ્રીલંકન સિંગિંગ સેન્સેશન યોહાનીનું સોન્ગ 'માનિકે માગે હિથે'નું હિન્દી વર્ઝન મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેંદ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ગાયું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું છે. આ ગીતમાં તે રેપ કરતી નજ
શ્રીલંકન સિંગિંગ સેન્સેશન યોહાનીનું સોન્ગ 'માનિકે માગે હિથે'નું હિન્દી વર્ઝન મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેંદ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ગાયું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું છે. આ ગીતમાં તે રેપ કરતી નજરે પડી છે. ટ્વીટ કર્યાના ગણતરીના કલાકોમાં અમૃતાનું આ સોન્ગ વાઈરલ થઈ ગયું હતું અને આને દોઢ લાખથી વધારે લોકએ જોઈ પણ લીધું છે.

અમૃતા ફડણવીસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અત્યારે રાજકારણ ગરમાયું છે ત્યારે મારું આ કૂલ સોન્ગ અહીં ઠંડક પ્રસરાવશે. તમને જણાવી દઈએ કે અમૃતા અને નવાબ મલિક વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલુ જ છે. કેટલાક દિવસો પહેલા મલિકે એક ડ્રગ પેડલર સાથે તેની તસવીર શેર કરી એક સોન્ગ તેમના દ્વારા ફાઇનેંસ કરવાનો આક્ષેપ મુક્યો હતો. નદીની થીમ પર બનેલા આ સોન્ગમાં પૂર્વ CM દેવેંદ્ર ફડણવીસ પણ નજરે પડી રહ્યા હતા.
'માનિકે મગે હિથે' અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણું ટ્રેન્ડિંગ રહ્યું છે. યૂટ્યૂબ પર આ સોન્ગને 160 મિલિયનથી વધારે વાર લોકોએ જોયું છે. આ સોન્ગના મ્યૂઝિક અને બીટ્સે બધાનું મન મોહી લીધું છે. આ સોન્ગને હિંદી, તમિલ, મલયાલમ, બાંગ્લા અને અન્ય ભાષાઓમાં રીક્રિએટ કરાયું છે.
અમૃતા ફડણવીસ એક ગાયિકા પણ છે. તેના ઘણા આલ્બમ ફેમસ થઈ ચૂક્યા છે. બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન સાથે તેનું સોન્ગ 'ફિર સે' લોકો વચ્ચે ઘણું પોપ્યુલર થયું હતું. આની સાથે તેના સોન્ગ 'ટિલા જગદયા'એ માત્ર 2 દિવસમાં લાખો વ્યૂઝ ક્રોસ કરી લીધા હતા. તેણે ગણેશોત્સવ દરમિયાન ગણેશ વંદન પણ ગાયું છે.
આની પહેલા એવી માહિતી મળી રહી હતી કે યોહાનીને ફિલ્મમેકર ઈંદ્ર કુમારે ફિલ્મ 'થેંક ગોડ'થી બોલિવૂડમાં લાવવાની તૈયારી કરી લીધી હતી. આ વાતની ઘોષણા યોહાનીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ કરી હતી. આ ફિલ્મમાં તે 'માનિકે માગે હિથે'ને હિન્દીમાં ગાતી નજરે પડી શકે છે.
Admist the ongoing Heated Political Times,
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) November 19, 2021
take a Chill Pill with this Kool song !
Lyrics by - Dev#AnniversarySpecial
Inspired by #ManikeMageHithe of Internet sensation #Yohani#HindiVersionOfManikeMageHithe pic.twitter.com/ibEazo7gUH












Click it and Unblock the Notifications
