Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં બીજેપી રણનીતિ બદલવા મજબુર? જાણો કેમ સીટિંગ ધારાસભ્યોને ટિકિટ આપી?

Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીની હાલત ખરાબ થઈ રહી છે.

પાર્ટીઓમાં તોડફોડ કરનારી બીજેપી માટે આ વખતે મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ છે. આ જ કારણ છે કે પાર્ટી રણનીતિથી વિપરીત ટિકિટ આપવા મજબુર થઈ છે.

Maharashtra Election 2024

હાલમાં જ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ તેના અડધાથી વધુ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિતી વિપરીત છે.

હાલમાં જ મહારાષ્ટ્રમાં બીજેપીએ 99 બેઠકો માટે પ્રથમ યાદી જારી કરી છે. આમાંથી પાર્ટીએ લગભગ 80 બેઠકો પર ફક્ત વર્તમાન ધારાસભ્યો અથવા તેમના નજીકના સંબંધીઓને ટિકિટ આપી છે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં હરિયાણા ફોર્મ્યુલા અપનાવવાનું ટાળ્યું છે.

જણાવી દઈએ કે, 2019 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ અહીં 105 બેઠકો જીતી હતી. આ પછી શિવસેના ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન તોડતા સરકાર નહોતી બનાવી શકી. જો કે છેલ્લા અઢી વર્ષથી શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર છે, જેમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે.

જણાવી દઈએ કે, બીજેપીએ મહારાષ્ટ્રમાં 99 મતવિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાંથી પાર્ટીએ 71 વર્તમાન ધારાસભ્યો અને તેમના લગભગ દસ નજીકના સંબંધીઓને મેદાનમાં ઉતાર્યા છે. હરિયાણા ચૂંટણીમાં ભાજપે તેના 40 વર્તમાન ધારાસભ્યોમાંથી માત્ર 23ને ટિકિટ આપી હતી.

બીજેપીના એક વરિષ્ઠ નેતા અનુસાર, પાર્ટીએ ગુજરાત અને હરિયાણામાં જે કંઈ જોવા મળ્યું હતું તેવા કોઈપણ મોટા ફેરફારોને ટાળવાનો નિર્ણય લીધો છે, જ્યાં લગભગ અડધા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી હતી. માત્ર અમુક વિધાનસભા મતવિસ્તારોમાં જ્યાં વર્તમાન ધારાસભ્યોની જીતની શક્યતા ખૂબ જ મુશ્કેલ છે ત્યાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

બીજેપીએ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં મોટું જોખમ લેવાનું કેમ ટાળ્યું તેની પાછળ એક મોટું કારણ છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેના લગભગ અડધો ડઝન વર્તમાન સાંસદોની ટિકિટો કાપી અને મોટુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ.

અહીં પાર્ટીએ રાજ્યની 48 બેઠકોમાંથી 28 બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર 9 જ સીટો જીતી શકી. આ જ કારણ છે કે પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કોઈ કડક પ્રયોગ કરવામાં પીછેહઠ કરી છે. ભાજપની અંદરની માહિતી ધરાવતા લોકોના જણાવ્યા અનુસાર, પાર્ટી ઇચ્છતી ન હતી કે તેણે ચૂંટણી લડવા પર ઓછું અને બળવાખોરો સાથે વ્યવહાર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે.

જણાવી દઈએ કે, 2019 વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 164 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 105 બેઠકો જીતી હતી. તેનું શિવસેના સાથે ગઠબંધન હતું, જે 128 બેઠકો પર લડ્યા બાદ 56 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આ વખતે, 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ભાજપ 150 થી વધુ બેઠકો પર લડવા માંગે છે, જ્યારે અજિત પવારની એનસીપી 50 થી 55 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે અને સીએમ એકનાથ શિંદેની શિવસેના 80 થી 85 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X